ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અશ્વ પોલીસ વાનને નડેલા અકસ્માતના LIVE દ્રશ્યો, એક અશ્વનું મોત તો 2 પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત
Last Updated: 01:49 PM, 24 April 2026
ADVERTISEMENT
Botad Accident Viral Video : બોટાદ જિલ્લામાં બનેલી એક દુર્ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં બોટાદથી સાળંગપુર જતી અશ્વ પોલીસની વાન સાથે બનેલ અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ દુર્ઘટનામાં એક અશ્વનું મોત થયું છે. આ સાથે અન્ય 3 અશ્વો અને બે પોલીસ કર્મચારીઓને પણ ઇજા પહોંચી છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો ?
22 એપ્રિલના રોજ બંદોબસ્ત માટે જઈ રહેલી અશ્વ પોલીસ વાનને એક ફાયર બ્રિગેડની ગાડી દ્વારા ટક્કર મારવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ ફાયર બ્રિગેડની વાન ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. ઘટના નાયરા પેટ્રોલ પંપ સામે બની હતી, જ્યાં અચાનક થયેલી ટક્કરથી અશ્વ વાનને ભારે નુકસાન પહોંચ્યું હતું.
ADVERTISEMENT
બોટાદમાં અશ્વ પોલીસ વાનને નડેલા અકસ્માતના લાઈવ દ્રશ્યો
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 24, 2026
22 એપ્રિલે બંદોબસ્તમાં જતા અશ્વ પોલીસ વાનને નડ્યો હતો અકસ્માત, બોટાદથી સાળંગપુર જતી અશ્વ પોલીસ વાનને ફાયર બ્રિગેડ વાને ટક્કર મારી હતી, અશ્વ પોલીસ વાનને ઓવરટેક કરવા જતા બની હતી ઘટના#Botad #PoliceVan #Accident #FireBrigade… pic.twitter.com/EYXVMff4Bv
આ દુર્ઘટનામાં એક કિંમતી અશ્વનું મોત થયું છે, જેની અંદાજિત કિંમત આશરે 1.80 લાખ રૂપિયા હતી. ઉપરાંત વાનમાં રહેલા અન્ય ત્રણ અશ્વોને ઈજાઓ પહોંચી છે, જેમને સારવાર આપવામાં આવી રહી છે. આ સાથે જ બે પોલીસ કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ઘટનાના સીસીટીવી દૃશ્યો સામે આવતા સમગ્ર ઘટનાક્રમ વધુ સ્પષ્ટ બન્યો છે, જેમાં અકસ્માત કેવી રીતે બન્યો તેની ઝાંખી મળે છે. આ ઘટનાને પગલે સંબંધિત તંત્રએ કાર્યવાહી શરૂ કરી છે અને ફાયર બ્રિગેડના વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT