ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાત્રી સભામાં દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળનું મોટું નિવેદન, ઉમેદવારો પાસે સંકલ્પ લેવડાવ્યા કે...

બનાસકાંઠા / રાત્રી સભામાં દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળનું મોટું નિવેદન, ઉમેદવારો પાસે સંકલ્પ લેવડાવ્યા કે...

Published By: Priykant Shrimali

Last Updated: 12:38 PM, 24 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ex MLA Vasant Bhatol Viral Video : દાંતા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળએ મતદારોને સંબોધતા ભાવુક અને કડક શબ્દોમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, “ઉમેદવારો જીત્યા બાદ જો તમારા કામ નહીં કરે તો જવાબદારી મારી રહેશે.

ADVERTISEMENT

Ex MLA Vasant Bhatol Viral Video : બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય હલચલ તેજ બની ગઈ છે. વાસ્તવમાં પ્રચારના અંતિમ તબક્કામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓએ જીત સુનિશ્ચિત કરવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. દિવસ દરમિયાન ઘેરઘેર સંપર્ક અભિયાન અને જાહેર સભાઓ કર્યા બાદ હવે રાત્રિના સમયમાં પણ સભાઓ યોજાઈ રહી છે, જે પ્રચારને નવી ગતિ આપી રહી છે.

ખાસ કરીને જલોત્રા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે યોજાયેલી રાત્રિ સભાઓમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સમાજોના આગેવાનો દ્વારા ભાજપના ઉમેદવારોને સમર્થન આપવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે, જે પાર્ટી માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યું છે.

આ તરફ દાંતા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળએ મતદારોને સંબોધતા ભાવુક અને કડક શબ્દોમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, “ઉમેદવારો જીત્યા બાદ જો તમારા કામ નહીં કરે તો જવાબદારી મારી રહેશે,” એમ કહીને મતદારોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો. આ સાથે તેમણે કહ્યું કે, ઉમેદવારો જીતીને જો તમારું કામ નહીં કરે તો મારું માથુંને તમારું જૂતું. વસંત ભટોળ તેમણે વધુમાં મતદારોને ‘ભગવાન સમાન’ ગણાવી ઉમેદવારોને સેવા માટે પ્રતિબદ્ધ રહેવાનો સંકલ્પ પણ અપાવ્યો.

આ પણ વાંચો : વાઘોડિયાની ચૂંટણી સભામાં MLAની ધમકી ! કમળ સિવાય કોઈ ની તરફેણ..., જુઓ Video

આ સભામાં તેમણે વિરોધ પક્ષ પર પણ નિશાન સાધ્યું અને જણાવ્યું કે બહારથી લાવવામાં આવેલા ઉમેદવારો સ્થાનિક સમસ્યાઓને સમજી શકશે નહીં. તેમણે સ્થાનિક ઉમેદવારોને પસંદ કરવાની અપીલ કરતા કહ્યું કે, વિકાસ માટે સ્થાયી અને સંકળાયેલા પ્રતિનિધિઓ જરૂરી છે. વસંત ભટોળે સરકારના વિકાસકાર્યોની યાદી આપતા જણાવ્યું કે સૂકા વિસ્તારોમાં નર્મદાનું પાણી પહોંચાડવાથી ખેતીમાં સુધારો થયો છે, આરોગ્ય સેવાઓમાં વધારો થયો છે અને માર્ગ-વ્યવસ્થામાં પણ નોંધપાત્ર સુધારા થયા છે. તેમણે આ કામોના આધારે મતદારોને ભાજપને ફરી તક આપવા અપીલ કરી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ex MLA Vasant Bhatol Viral Video Banaskantha election BJP campaign Gujarat

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ