ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વાઘોડિયાની ચૂંટણી સભામાં MLAની ધમકી ! કમળ સિવાય કોઈ ની તરફેણ..., જુઓ Video

વડોદરા / વાઘોડિયાની ચૂંટણી સભામાં MLAની ધમકી ! કમળ સિવાય કોઈ ની તરફેણ..., જુઓ Video

Published By: Priykant Shrimali

Last Updated: 11:33 AM, 24 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Waghodia MLA Viral Video : એક જાહેર સભામાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પોતાના ભાષણમાં કડક શબ્દો વાપરતા વિવાદ ઊભો કર્યો, અહીં જુઓ Video

ADVERTISEMENT

Waghodia MLA Viral Video : વડોદરા જિલ્લાના વાઘોડિયા વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. આ તરફ ચૂંટણી પ્રચાર દરમિયાન હવે ભાષણોમાં તીવ્રતા વધતી જોવા મળી રહી છે, જેના કારણે રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. હાલ વાઘોડિયાના ધારાસભ્યનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

શું છે સમગ્ર મામલો ?

વિગતો મુજબ એક જાહેર સભામાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પોતાના ભાષણમાં કડક શબ્દો વાપરતા વિવાદ ઊભો કર્યો છે. સભા દરમિયાન તેમણે મતદારોને સંબોધતા જણાવ્યું કે, જો કોઈ વ્યક્તિ કમળના નિશાન સિવાય અન્ય કોઈ પક્ષને મત આપવા માટે પ્રેરિત કરે તો તેની જાણ તેમને કરવી. એટલું જ નહીં, તેમણે કહ્યું કે જો કોઈ અન્ય પક્ષના સમર્થનમાં પ્રચાર કરવા આવે તો તરત જ તેમને ફોન કરવા વિનંતી કરી.

આ પણ વાંચો : ઉમરેઠ પેટા ચૂંટણીમાં મતદાન કરેલ મતદારોને લઈ ચૂંટણી આયોગનો મોટો નિર્ણય

આ સાથે તેમણે વધુમાં કહ્યું કે, જો કોઈ ભાજપ વિરુદ્ધ વાત કરશે તો તેને “સીધો” કરવામાં આવશે. આ પ્રકારના શબ્દપ્રયોગને કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ઉભો થયો છે. તેમની તરફથી એવું પણ કહેવાયું કે જો કોઈ ઉમેદવાર પેનલ તોડીને જીતશે તો પણ તેને “ઘરભેગો” કરી દેવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dharmendrasinh Vaghela statement Vadodara politics waghodia election controversy

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ