બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઉમરેઠ પેટા ચૂંટણીમાં મતદાન કરેલ મતદારોને લઈ ચૂંટણી આયોગનો મોટો નિર્ણય
Last Updated: 10:30 AM, 24 April 2026
Umreth by-election : આણંદ જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી વ્યવસ્થામાં એક મહત્વપૂર્ણ અને અનોખો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત ચૂંટણી આયોગના માર્ગદર્શન હેઠળ જિલ્લા તંત્રએ મતદાન પ્રક્રિયામાં ગેરસમજ અને દોઢ મતદાન જેવી પરિસ્થિતિ ટાળવા માટે ખાસ આયોજન કર્યું છે.
ADVERTISEMENT
ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી તાજેતરમાં પૂર્ણ થઈ છે, જેમાં મતદારોને નિયમ મુજબ ડાબા હાથની પ્રથમ આંગળી પર શાહીનું નિશાન કરવામાં આવ્યું હતું. પરંતુ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા એ જ મતદારો ફરી મતદાન કરવા આવશે ત્યારે ઓળખમાં ગૂંચવણ ન સર્જાય તે માટે નવી વ્યવસ્થા અમલમાં મુકાઈ છે.
શું કહ્યું જિલ્લા કલેક્ટરે ?
ADVERTISEMENT
આ મામલે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ સ્પષ્ટ કર્યું છે કે, જે મતદારો પહેલેથી જ પેટા ચૂંટણીમાં મતદાન કરી ચૂક્યા છે, તેમને હવે સ્થાનિક ચૂંટણી દરમિયાન ડાબા હાથની બીજી આંગળી પર શાહીનું નિશાન કરવામાં આવશે. આ પગલાંનો મુખ્ય હેતુ એ છે કે, મતદાન પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે અને કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવામાં આવે.
ઉમરેઠ પેટાચૂંટણીમાં મતદાન કરેલ મતદારોને બીજી આંગળીમાં ચિન્હ કરાશે
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 24, 2026
મતદાન બાદ મતદારોને ડાબા હાથની પ્રથમ આંગળીમાં ચિન્હ કરવાનો છે નિયમ, પણ ઉમરેઠમાં પેટા ચૂંટણીના મતદાન બાદ બીજી આંગળીમાં કરાશે ચિન્હ, જો કોઈ મતદારે બીજી આંગળીમાં ચિન્હ કર્યું હશે તો ત્રીજી આંગળીમાં કરાશે નિશાની… pic.twitter.com/tHDVWdHIAP
ADVERTISEMENT
આ ઉપરાંત, જો કોઈ મતદારે અગાઉથી બીજી આંગળી પર કોઈ કારણસર નિશાન કરાવ્યું હોય, તો તેવી સ્થિતિમાં ત્રીજી આંગળીનો ઉપયોગ કરવામાં આવશે. આ રીતે દરેક મતદારોને અલગ રીતે ઓળખી શકાય અને મતદાન પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય.

ADVERTISEMENT
આ પણ વાંચો : ઉમરેઠ પેટા ચૂંટણીમાં 62% મતદાન, 93 હજાર મતદારો ગેરહાજર રહ્યાનું અનુમાન
ચૂંટણી તંત્રનો આ નિર્ણય પ્રાયોગિક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, કારણ કે એક જ વિસ્તારમાં ટૂંકા ગાળામાં બે વખત મતદાન યોજાતા હોય ત્યારે આવી વ્યવસ્થા જરૂરી બની જાય છે. મતદારો માટે પણ આ બાબત સમજવી જરૂરી છે જેથી તેઓ મતદાન વખતે કોઈ ગેરસમજનો ભોગ ન બને.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.