બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઉમરેઠ પેટા ચૂંટણીમાં 62% મતદાન, 93 હજાર મતદારો ગેરહાજર રહ્યાનું અનુમાન
Last Updated: 08:21 AM, 24 April 2026
Umreth by-election : ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં હવે સમગ્ર વિસ્તારનું રાજકીય તાપમાન પરિણામોની રાહમાં વધુ ગરમાયું છે. ભારે ગરમી વચ્ચે યોજાયેલા મતદાનમાં કુલ 62 ટકા મતદાન નોંધાયું છે, જે અગાઉની 2022ની વિધાનસભા ચૂંટણીની સરખામણીએ નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે. તાપમાન 41 ડિગ્રીને પાર જતા બપોરના સમયગાળામાં મતદારોનો ઉત્સાહ મર્યાદિત રહ્યો હતો અને આશરે 93 હજાર મતદારો મતદાનથી દૂર રહ્યા હોવાનું અનુમાન છે.
ADVERTISEMENT
મહત્વનું છે કે, સવારના કલાકોમાં મતદાનનો ગતિશીલ માહોલ જોવા મળ્યો હતો, પરંતુ બપોરે 11 થી 3 દરમિયાન મતદાનમાં નોંધપાત્ર મંદી આવી. આ ચાર કલાકમાં માત્ર 51 હજાર જેટલા મતદારો મતદાન કરવા પહોંચ્યા, જે ગરમીની અસરને સ્પષ્ટ રીતે દર્શાવે છે. ખાસ કરીને ખેત મજૂરો અને ગ્રામ્ય વિસ્તારોના મતદારો માટે બપોરના સમયમાં મતદાન કરવું મુશ્કેલ બન્યું હતું.
ઉમરેઠ પેટા ચૂંટણીમાં 62% મતદાન #Umreth #ByElection #VoterTurnout #GujaratElections #VotingDay #IndiaPolitics #BreakingNews #Election2026 #VTVDigital pic.twitter.com/LUalxj5AF5
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 24, 2026
ADVERTISEMENT
આ પેટા ચૂંટણીમાં કુલ 2.45 લાખથી વધુ મતદારોમાંથી લગભગ 1.52 લાખ મતદારો મતદાન કરવા પહોંચ્યા. જેમાં પુરુષ અને મહિલા મતદારોની સંખ્યા લગભગ સમાન પ્રમાણમાં જોવા મળી. છતાં, કુલ મતદાન ટકાવારી 2022ના 68.75 ટકાથી ઘટીને 62 ટકા સુધી સીમિત રહી, જે લગભગ 6.75 ટકાનો ઘટાડો દર્શાવે છે.
શું છે ઉમરેઠ બેઠકનું રાજકીય વિશ્લેષણ ?
ADVERTISEMENT
રાજકીય વિશ્લેષણ પ્રમાણે, મતદાનમાં થયેલો ઘટાડો પરિણામોને અસર કરી શકે છે. અગાઉની ચૂંટણીમાં ભાજપે નોંધપાત્ર લીડ મેળવી હતી, પરંતુ આ વખતે ઓછા મતદાનને કારણે તે લીડ ઘટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને કેટલાક વિસ્તારોમાં મતદારોની ગેરહાજરી અને પક્ષીય અસંતોષના સંકેતો ચર્ચાનો વિષય બન્યા છે. કોંગ્રેસના મજબૂત ગણાતા વિસ્તારોમાં સરેરાશ કરતાં ઓછું મતદાન નોંધાયું છે, જ્યારે ભાજપના પ્રભુત્વવાળા વિસ્તારોમાં થોડું વધારે મતદાન થયું હોવાનું જોવા મળે છે. આ પરિસ્થિતિએ બંને પક્ષોમાં આશા અને ચિંતાનો માહોલ ઉભો કર્યો છે.
આ પણ વાંચો : ધો. 10-ITI પાસ ઉમેદવારો માટે CRPFમાં પડી બમ્પર ભરતી, જાણો ગુજરાતમાં જગ્યાઓ
ADVERTISEMENT
આ ઉપરાંત, સ્થાનિક સ્તરે પક્ષીય ગતિશીલતા પણ ચર્ચામાં રહી છે. કેટલીક જગ્યાએ કાર્યકરોની નિષ્ક્રિયતા અને ક્રોસ વોટિંગની આશંકાએ રાજકીય સમીકરણોને વધુ જટિલ બનાવ્યા છે. ખાસ કરીને કેટલાક સમાજોના મત ક્યાં તરફ વળ્યા હશે તે પ્રશ્ન પણ મહત્વનો બની રહ્યો છે. સાંજ સુધી મોટાભાગના મતદાન મથકો પર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી, જ્યારે કેટલાક મથકો પર લાઈનમાં ઉભેલા મતદારોને કારણે મતદાન થોડું મોડું સુધી ચાલ્યું. અંતિમ આંકડા મુજબ મતદાન 62 ટકા સુધી પહોંચ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.