ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / અન્ય જિલ્લા / 'માયાભાઈ-જયરાજ આહીર અને યોગેશ સાગરની તપાસ કરો' નવનીત બાલધિયાની માગ
Last Updated: 04:14 PM, 10 January 2026
ADVERTISEMENT
Navneet Baldhiya Case : બગદાણામાં નવનીત બાલધિયા પર થયેલા હુમલા મામલે દરરોજ નવી અપડેટ સામે આવી રહી છે. તાજેતરમાં જ આ કેસમાં SITની રચના કરવામાં આવ્યા બાદ હવે કોળી સમાજના આગેવાન નવનીત બાલધિયાનું નિવેદન સામે આવ્યું છે. વાસ્તવમાં કોળી સમાજના આગેવાન નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં હવે તપાસ વધુ ગંભીર બની છે. આ કેસની તપાસ માટે રચાયેલી SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) પર નવનીત બાલધિયાએ પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
ADVERTISEMENT
'માયાભાઈ-જયરાજ આહીર અને યોગેશ સાગરની તપાસ કરો' નવનીત બાલધિયાની માગ | VTV Digital #Bagdana #NavneetBaldhiya #SITInvestigation #GujaratPolitics #AssaultCase #JusticeForSociety #vtvdigital pic.twitter.com/I3cv0kYSok
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 10, 2026
આવો જાણીએ શું કહ્યું નવનીત બાલધિયાએ ?
ADVERTISEMENT
કોળી સમાજના આગેવાન નવનીત બાલધિયાએ મીડિયા સમક્ષ જણાવ્યું કે, “મને વિશ્વાસ છે કે SIT સાચી દિશામાં તપાસ કરશે અને સત્ય બહાર લાવશે. આ લડાઈ માત્ર મારી નથી, પરંતુ સમગ્ર સમાજ માટે ન્યાયની લડાઈ છે.” તેમણે સ્પષ્ટ કહ્યું કે તેમને મળનાર ન્યાય વ્યક્તિગત નહીં પરંતુ સામાજિક ન્યાય હશે.

ADVERTISEMENT
આ સાથે બાલધિયાનો આરોપ છે કે, શરૂઆતમાં પોલીસ દ્વારા કેસને ભટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને મુખ્ય આરોપીઓને બચાવવાનો પ્રયાસ થયો હતો. તેમણે આક્ષેપ કર્યો કે, કેટલાક અધિકારીઓ મુખ્ય આરોપીઓની નજીક હતા, જેના કારણે યોગ્ય કાર્યવાહી કરવામાં વિલંબ થયો. જોકે, સમાજના મજબૂત સમર્થન બાદ હવે SIT દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : નવનીત બાલધિયાના વિવાદનો અંત? સમાધાનના વાયરલ પોસ્ટર પર મોરારી બાપુનો ખુલાસો
ADVERTISEMENT
એવી તે શું માંગ કરી નવનીત બાલધિયાએ ?
વિગતો મુજબ નવનીત બાલધિયાએ માંગ કરી છે કે, SIT તપાસમાં જયરાજ આહીર, માયાભાઈ આહીર અને યોગેશ સાગરની સંપૂર્ણ તપાસ કરવામાં આવે. તેમણે આશા વ્યક્ત કરી કે, SIT કોઈ પણ દબાણ વિના ન્યાયસંગત તપાસ કરશે. આ કેસમાં આરોપીઓના રિમાન્ડ મંજુર ન થતાં પીડિતને ન્યાય મળશે તેવી આશા વધુ મજબૂત બની છે. બાલધિયાએ જણાવ્યું કે, હવે તેમને વિશ્વાસ છે કે સત્ય સામે આવશે અને જવાબદાર લોકોને કાયદેસર સજા મળશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT