ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / અન્ય જિલ્લા / નવનીત બાલધિયાના વિવાદનો અંત? સમાધાનના વાયરલ પોસ્ટર પર મોરારી બાપુનો ખુલાસો
Last Updated: 01:07 PM, 9 January 2026
ADVERTISEMENT
Morari Bapu on Poster Controversy : ભાવનગરમાં મોરારીબાપુના પોસ્ટર વિવાદ પર હવે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ભાવનગરમાં બગદાણાના સેવક નવનીત બાલધીયા મુદ્દે મોરારીબાપુના ફોટો સાથે એક પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. આ પોસ્ટરમાં એવું દર્શાવવામાં આવ્યું હતું કે, મોરારીબાપુએ બગદાણાના સેવક નવનીત બાલધીયાનું સમાધાન કરાવ્યું છે. આ પોસ્ટર જોઈને ઘણા લોકોમાં ગુસ્સો અને વિવાદ ઉભો થયો હતો. જોકે હવે આ મામલે ખુદ મોરારી બાપુએ સ્પષ્ટતા કરી છે.
ADVERTISEMENT
શું કહ્યું મોરારી બાપુએ ?
સમગ્ર મામલે મોરારીબાપુએ સ્પષ્ટ નિવેદન આપતા કહ્યું કે, તેઓ છેલ્લા 9 દિવસથી બિહારમાં કથા કરે છે અને હાલમાં પણ બિહારમાં જ છે. મોરારીબાપુએ સ્પષ્ટ કર્યું કે, પોસ્ટરમાં દર્શાવેલા સમાધાનના પ્રસંગમાં તેમનો કોઈ જોડાણ નથી. તેઓ જણાવે છે કે, “મારા ફોટાઓ બનાવવામાં આવ્યા છે અને પછી બીજા દર્શાવવામાં આવ્યા છે.” મોરારીબાપુએ લોકોને સલાહ આપી છે કે, આવા ઘટનામાં અવિશ્વાસ અથવા ખોટી માહિતી સામે એક મંત્ર છે, “ઓમ ઈગ્નોરાય નમ,” એટલે જાણીને પણ અવગણો. આ સ્પષ્ટીકરણ પછી સોશ્યલ મીડિયા પર વિવાદ ધીમી પડ્યો છે અને લોકોએ જાણકારીનો સત્યાર્થ સમજવાની જરૂરિયાત વ્યક્ત કરી છે.
ADVERTISEMENT

આ પણ વાંચો : કોઇકની રોંગ સાઈડ અજાણ્યા બાઈક ચાલકને ભારે પડી, મળ્યું મોત, CCTV કાળજું કંપાવનારા
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો ?
તમે બધા જાણો છો કે હાલ કોળી સમાજના યુવક પર થયેલ હુમલાને લઈ મામલો ગરમાયેલો છે. આ તરફ તાજેતરમાં ભાવનગરમાં મોરારીબાપુએ બગદાણાના સેવક નવનીત બાલધીયાનું સમાધાન કરાવ્યું હોવાના પોસ્ટર સોશિયલ મીડિયાર પર વાયરલ થતાં હતા. જોકે આ મામલે મોરારી બાપુએ કહ્યું કે, હું છેલ્લાં 9 દિવસથી બિહારમાં કથા કરી રહ્યો છું, કોઈએ હોસ્પિટલમાં ખબરઅંતર પૂછી રહ્યો હોય તેવું ફોટોમાં દર્શાવ્યું છે અને હું કોઈનું સમાધાન કરાવી રહ્યો હોય તેવું પોસ્ટરમાં દર્શાવવામાં આવ્યું છે . હું બિહારમાં છું અને મારા ફોટાઓ બનાવી મને બીજા દર્શાવી રહ્યા છે. જોકે તેમણે છેલ્લે કહ્યું કે, તમારા માટે કોઈ જો આવું કામ કરે તો એક મંત્ર શીખી લેજો ઓમ ઈગ્નોરાય નમ:
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT