બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:02 PM, 22 July 2026
જંતર-મંતર પર ચાલી રહેલા CJPના આંદોલન વચ્ચે એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવાર અને સાંસદ સુપ્રિયા સુળેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત બાદ રાજકીય વર્તુળોમાં વિવિધ અટકળો શરૂ થઈ ગઈ છે.
ADVERTISEMENT
નવી દિલ્હીમાં સંસદ ભવનમાં શરદ પવાર અને સુપ્રિયા સુલેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ તેની સત્તાવાર માહિતી હજુ જાહેર કરવામાં આવી નથી.જોકે આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે એક દિવસ અગાઉ જ શરદ પવાર અને સુપ્રિયા સુળે જંતર-મંતર પર પહોંચીને CJPના વિરોધ પ્રદર્શનને સમર્થન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીની ટીકા પણ કરી હતી.
ADVERTISEMENT
Rajya Sabha MP Shri @PawarSpeaks Ji and Lok Sabha MP Smt. @supriya_sule Ji called on PM @narendramodi in Parliament earlier today. pic.twitter.com/DwTspUA0th
— PMO India (@PMOIndia) July 22, 2026
ADVERTISEMENT
CJP દ્વારા NEET પરીક્ષામાં થયેલી ગેરરીતિ, પેપર લીક અને ભરતી પ્રક્રિયામાં પારદર્શિતાના મુદ્દે લાંબા સમયથી વિરોધ ચાલી રહ્યો છે. સંગઠન શિક્ષણ વ્યવસ્થામાં સુધારા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યું છે.આંદોલનકારીઓનું કહેવું છે કે પરીક્ષાઓમાં વારંવાર સામે આવતી ગેરરીતિઓથી લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર પડી રહી છે. આ મુદ્દે કેન્દ્ર સરકાર તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી રહી છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ હવે કાળા કપડાં પહેરીને સાંસદો પહોંચ્યા પાર્લામેન્ટ, કમાન રાહુલ-પ્રિયંકા-અખિલેશના હાથમાં
ADVERTISEMENT
સંસદના ચોમાસુ સત્ર પહેલા CJPએ સંસદ માર્ચની જાહેરાત કરી હતી. હજારો વિદ્યાર્થીઓ અને કાર્યકરો જંતર-મંતરથી સંસદ તરફ કૂચ કરવા નીકળ્યા હતા.દિલ્હી પોલીસે અગાઉથી મંજૂરી ન હોવાનો ઉલ્લેખ કરીને બેરિકેડ લગાવ્યા હતા. ત્યારબાદ સ્થિતિ તંગ બનતાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું. આ દરમિયાન કેટલાક લોકો અને પોલીસકર્મીઓને ઈજાઓ પહોંચી હતી.
ADVERTISEMENT
વિપક્ષી પક્ષો સતત NEET અને પેપર લીકના મુદ્દે સરકારને ઘેરી રહ્યા છે. અનેક નેતાઓએ વિદ્યાર્થીઓની માંગણીઓને યોગ્ય ગણાવી છે અને કેન્દ્ર સરકારને ચર્ચા દ્વારા ઉકેલ લાવવાની સલાહ આપી છે. શરદ પવાર અને સુપ્રિયા સુળેની PM મોદી સાથેની મુલાકાતને પણ આ સમગ્ર ઘટનાક્રમ સાથે જોડીને જોવામાં આવી રહી છે. જોકે બંને પક્ષો તરફથી હજુ સુધી બેઠક અંગે કોઈ વિગત જાહેર કરવામાં આવી નથી.
એક તરફ જંતર-મંતર પર વિરોધ ચાલુ છે તો બીજી તરફ રાજકીય સ્તરે સતત બેઠકો અને ચર્ચાઓ થઈ રહી છે. આવનારા દિવસોમાં કેન્દ્ર સરકાર અને વિરોધ પક્ષો આ મુદ્દે શું વલણ અપનાવે છે તેના પર સૌની નજર ટકેલી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.