બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રસ્તાઓ નદી બન્યા, વાહન વ્યવહાર પણ ઠપ્પ, દ. ગુજરાતમાં મેઘરાજાનું દે ધનાધન

ચોમાસું જામ્યું / રસ્તાઓ નદી બન્યા, વાહન વ્યવહાર પણ ઠપ્પ, દ. ગુજરાતમાં મેઘરાજાનું દે ધનાધન

Published By: Nidhi Panchal

Last Updated: 11:36 AM, 22 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને ગંભીર રીતે પ્રભાવિત કર્યું છે. તાપી, નવસારી, વાપી અને વલસાડ સહિત અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાત્રિ દરમિયાન શરૂ થયેલો વરસાદ સવાર સુધી યથાવત રહેતા અનેક જિલ્લાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. તાપી, નવસારી, વાપી અને વલસાડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને સામાન્ય જનજીવન પર મોટી અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગે હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતા વહીવટી તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે.

Rain

તાપી જિલ્લામાં રાત્રિ દરમિયાનથી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વ્યારા, વાલોડ, ડોલવણ સહિત જિલ્લાના દરેક તાલુકામાં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલીક ખાનગી શાળાઓએ રજા જાહેર કરી છે. વહીવટી તંત્રની સૂચનાને આધારે શાળા સંચાલક મંડળ દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

બીજી તરફ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. બીલીમોરા શહેરના દેસરા વિસ્તારમાં પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કાવેરી નદીની સપાટી વધતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. ગઈકાલથી સતત વરસાદને કારણે દેસરા વિસ્તારમાં પાણી ભરાયેલા હોવાથી પૂર્વ અને પશ્ચિમને જોડતા રેલવે અંડરપાસમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે અવરજવર પ્રભાવિત થઈ છે.

વાપીના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરના રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. ખાસ કરીને વાપીના ચલા વિસ્તારમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને જાણે નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં રહેણાંક સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચલાના મુક્તાનંદ પાર્ક માર્ગ પર પણ રસ્તા ઉપર પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળ્યો હતો.

વાપીમાં સતત સાંબેલાધાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સૌથી વધુ અસર નાના અને મોટા રેલવે અંડરપાસ પર જોવા મળી છે, જ્યાં બંને અંડરપાસ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે. પરિણામે બંને તરફનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. વહેલી સવારથી જ કામ પર જતાં લોકો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી યથાવત રાખી હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

દક્ષિણ ગુજરાતના વલસાડમાં પણ બારેમેઘ ખાંગા જોવા મળી રહ્યા છે. અવિરત વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં સ્થાનિક રહેવાસીઓ તેમજ વાહનચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. અનેક સ્થળોએ પાણી ભરાતા વાહનો ધીમી ગતિએ પસાર થઈ રહ્યા છે અને સામાન્ય જનજીવન પ્રભાવિત બન્યું છે.

આ પણ વાંચો : ફરીથી ઘુમાના જે CCTV સામે આવ્યાં, તે દીપડો નહીં, બિલાડી હતી

ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર ન થવા અને સ્થાનિક તંત્ર તેમજ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. આગામી કલાકોમાં પણ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હોવાથી લોકોમાં સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Navsari Rain South Gujarat Rain Vapi Rain

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ