ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / કોઇકની રોંગ સાઈડ અજાણ્યા બાઈક ચાલકને ભારે પડી, મળ્યું મોત, CCTV કાળજું કંપાવનારા
Last Updated: 12:18 PM, 9 January 2026
ADVERTISEMENT
Surat Bike Road Accident : સુરતમાં ફરી એકવાર અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે. વાસ્તવમાં ડાયમંડ સિટી સુરતમાં એક હીરા કારખાનેદારનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે. વિગતો મુજબ સુરત શહેરના કતારગામ વિસ્તારમાં ગઈકાલે એક દુઃખદ અકસ્માત બન્યો જેમાં હીરા કારખાનેદાર નિકુંજ સવાણીનું મૃત્યુ થયુ છે. ઘટનાની જાણ થતાં મૃતકના પરિજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે.
ADVERTISEMENT
આ ઘટનામાં એક મોટી વાત એ છે કે, આ યુવક રોંગ સાઈડ આવતા એક બાઇક ચાલકને બચાવવા જતાં તેમનું બાઇક સ્લીપ થઈ ગયું હતું. આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. જે આધારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
શું હતી સમગ્ર ઘટના ?
ADVERTISEMENT
સુરતમાં કતારગામ વિસ્તારમાં હીરા કારખાનેદાર નિકુંજ સવાણી પોતાનું બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા. આ તરફ રોડ પર રોંગ સાઈડમાં આવતા બાઈકને બચાવવાનો પ્રયાસ કરતી વખતે નિકુંજ સવાણીએ બાઇકનું સંતુલન ગુમાવી દેતાં તેઓ બાજુમાં પસાર થઈ રહેલી સિટી બસના ટાયર નીચે કારખાનેદાર આવી જતાં તેમનું મોત થયું છે.

ADVERTISEMENT
આ વાંચો : જાહેરમાં ઘાસચારો નહીં વેચાય, તો મોટા અવાજે...! ઉત્તરાયણને લઇ પોલીસનું જાહેરનામું
આ તરફ અકસ્માતની સમગ્ર ઘટના નજીકની CCTV કૅમેરામાં કેદ થઈ ગયા બાદ હવે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. જોકે અકસ્માતના દ્રશ્યોને જોઈ લોકો અલગ-અલગ મત રજૂ કરી રહ્યા છે કે, રોંગ સાઈડ આવતા બાઇકને કારણે અકસ્માત થયો અને કોઈ કહી રહ્યા છે કે, મૃતકનું બાઇક પણ સ્પીડમાં હતું. જોકે આ બધી ચર્ચાનો વચ્ચે સ્થાનિક પોલીસે CCTVને આધારે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT