બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / ભરકાવાડા ગામે 800 વર્ષ જૂનું પંચમુખી મહાદેવનું મંદિર, ખોદકામ કરતાં પ્રગટ થઈ મૂર્તિ, પરચા છે અપરંપાર
Last Updated: 06:30 AM, 29 April 2025
બનાસકાંઠા જિલ્લામાં વડગામ તાલુકાના ભરકાવાડા ગામે 800 વર્ષ જૂનું પંચમુખી મહાદેવજીનું મંદિર આવેલું છે. સામાન્ય રીતે શિવજીના મંદિરમાં શિવલિંગની પૂજા અર્ચના થતી હોય છે, પણ ભરકાવાડા ગામના આ મંદિરમાં પંચમુખી મહાદેવની સ્વયંભૂ પ્રગટ મૂર્તિની પૂજા અર્ચના કરવામાં આવે છે. 800 વર્ષ પુરાણા આ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે અને પોતાના મનોવાંચ્છીત ફળ મેળવે છે. દેશભરમાં ભગવાન ભોળેનાથના અનેક મંદિરો આવેલા છે અને તે દરેક મંદિરોમાં ભગવાન ભોળેનાથના શિવલિંગની પૂજા કરવામાં આવતી હોય છે. બનાસકાંઠાના વડગામ તાલુકાના ભરકાવાડા ગામમાં પંચમુખી મહાદેવજીની સ્વયંભૂ પ્રગટ મુર્તિની પૂજા કરવામાં આવે છે. પંચમુખી મહાદેવના અતિ પૌરાણિક મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. 800 વર્ષ પહેલા ભરકાવાડા, મેતા, ચાંગા અને માહી ગામના સીમાડામાં ખોદકામ દરમિયાન પંચમુખી મહાદેવની મૂર્તિ મળી હતી.
ADVERTISEMENT

વડગામના ભરકાવાડા ગામે પંચમુખી મહાદેવ બિરાજમાન
ADVERTISEMENT
લોકવાયકા મુજબ ભરકાવાડા, મેતા, ચાંગા અને માહી ગામના ગ્રામજનોએ ચારે ગામની વચ્ચેના સીમાડામાં જઈ ખોદકામ કરી, ત્યાંથી જે મૂર્તિ મળે તેને ગાડામાં પોતાના ગામ લઇ જઈ સ્થાપના કરવી તેવુ મહાદેવજીનું સ્વપ્નમાં સૂચન હતુ. સીમાડામાં જઈ દરેક ગામના લોકોએ ખોદકામ કરતા પંચમુખી મહાદેવની મૂર્તિ મળી આવી હતી. ચારે ગામના લોકો આ મૂર્તિ કોણ લઇ જાય તેની મૂંઝવણમાં હતા એટલે દરેક ગામના લોકોએ વારાફરતી પોતાના ગાડામાં મૂર્તિ મૂકી લઈ જવાનો પ્રયત્ન કર્યો ત્યારે મેતા, ચાંગા અને માહી ગામના ગાડા ચાલી શક્યા નહોતા અને છેલ્લે ભરકાવાડા ગામના લોકોએ મહાદેવજીની મૂર્તિ પોતાના ગાડામાં રાખી ત્યારે ગાડુ પાંચ ફૂટ પોતાની રીતે ચાલ્યું હતુ. એટલે ભરકાવાડા ગામના લોકો મૂર્તિ લઈને પોતાના ગામ આવવા નીકળ્યા હતા ત્યારે ગામની થોડે દૂર ગાડું ફસાઈ ગયું હતું. પંચમુખી મહાદેવના મંદિરે ભાવિક ભક્તોની અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે. દૂરદૂરથી ઘણા ભક્તો મહાદેવજીના મંદિરે પગપાળા દર્શને આવે છે. અનેક ભાવિકોની મહાદેવજીના મંદિરે આવીને રાખેલી મનોકામના પૂર્ણ થઈ છે. ઘણા ભાવિકોને મહાદેવજીના આશીર્વાદથી પોતાના જીવનમાં સુખ શાંતિ મળ્યાના પુરાવા છે. અને આવા ભાવિકો તેમના પરિવાર સાથે મંદિરે આવીને હવન પૂજા કરાવે છે. અને પંચમુખી મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

ADVERTISEMENT
પંચમુખી મહાદેવજીની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ
ભરકાવાડા ગામના 800 વર્ષ પુરાણા પંચમુખી મહાદેવના મંદિરે નિત્ય ભક્તોની ભારે ભીડ જામે છે આજુબાજુના અનેક ગામોમાંથી પંચમુખી મહાદેવના દર્શન કરવા માટે ભક્તો આવે છે. પંચમુખી મહાદેવના દર્શન માત્રથી દર્શનાર્થીઓના દુઃખ દૂર થાય છે. શ્રાવણ માસમાં હજારો ભાવિક ભક્તો પંચમુખી મહાદેવના મંદિરે આવે છે. મંદિરે મેળો ભરાય છે. શારીરિક કે અન્ય સમસ્યાના સમાધાન માટે ભક્તો પંચમુખી મહાદેવના મંદિરે આવી દર્શન કરી ગોળ ચડાવવાની માનતા રાખે છે અને ભગવાન ભોળેનાથની કૃપાથી ભક્તોના દુઃખ દર્દ દૂર થાય છે. દેશભરમાં ભગવાન ભોળેનાથના દરેક મંદિરમાં ભોળાનાથની શિવલિંગ સ્વરુપે પૂજા કરવામાં આવે છે. જ્યારે ભરકાવાડા ગામના મંદિરમાં સ્વયંભૂ પ્રગટ થયેલી પંચમુખી મહાદેવજીની મુર્તિની પૂજા કરવામાં આવે છે. મહાદેવજી સમક્ષ જે લોકો સાચી શ્રદ્ધાથી પોતાની મનોકામના વ્યક્ત કરે છે તેમની ઈચ્છા અચૂક પરિપૂર્ણ થાય છે. મહાદેવજીના મંદિરની બાજુમાં આગ માતાનું મંદિર આવેલું છે. માતાજીના મંદિરે પણ હજારો ભક્તો દર્શન કરવા માટે આવે છે. અહીંયા પણ જે લોકો પોતાની માનતા વ્યક્ત કરે છે અને તેમને જ્યારે મનોવાંચ્છીત ફળ મળે છે ત્યારે હોળી ધૂળેટીના દિવસમાં નક્કી કરેલા દિવસે પોતે પોતાની માનતાઓ પૂર્ણ કરવા માટે આવે છે અને આ દિવસોમાં મંદિરે ચારથી પાંચ હજાર લોકોની હાજરી હોય છે.
ADVERTISEMENT

આ પણ વાંચો: અમદાવાદમાં બિરાજે કાશી વિશ્વનાથ મહાદેવ, માટી કાઢતા મળ્યું હતું શિવલિંગ, ઈતિહાસ રોચક
ADVERTISEMENT
શ્રદ્ધાળુઓ ગોળની માનતા રાખે
પંચમુખી મહાદેવના મંદિરે ગ્રામવાસીઓને ખૂબ જ શ્રદ્ધા છે. ભરકાવાડા ગામના લોકો પશુપાલન સાથે જોડાયેલા છે. જ્યારે પણ તેમના પશુઓને કોઈ તકલીફ હોય ત્યારે ગોળની માનતા રાખે છે. અને માનતા પૂરી કરવા પંચમુખી મહાદેવના મંદિરે આવી મહાદેવજીને ગોળ ચડાવી મહાદેવજીનો આભાર વ્યક્ત કરી પ્રાર્થના કરે છે. ગ્રામવાસીઓ કોઈપણ શુભ પ્રસંગની શરૂઆત પંચમુખી મહાદેવના દર્શન કરીને જ કરે છે. પંચમુખી મહાદેવ મંદિરના વિશાળ પરિસરમાં ભૈરવદાદા અને ચેહર માતાજીના મંદિર આવેલા છે. મંદિરે આવતા ભક્તો પંચમુખી મહાદેવના દર્શન કરી ભૈરવદાદા, આગ માતા અને ચેહર માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. સાંજે મંદિરે કરવામાં આવતી ભવ્ય આરતીમાં મંદિર અને ગામનું વાતાવરણ ભક્તિમય બની જાય છે. મોટી સંખ્યામાં ગામના વડીલો, યુવાનો, મહિલાઓ અને બાળકો આરતીમાં જોડાઈ મહાદેવજીમાં લીન થાય છે ત્યારે જાણે જીવ અને શિવ એક થાય છે. અને આરતી પછી દરેક ભક્તોને પ્રસાદ આપવામાં આવે છે, જેનો લાભ લઈ દરેક ભાવિકો ધન્ય થાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.