ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / ગુજરાત / અમદાવાદમાં બિરાજે કાશી વિશ્વનાથ મહાદેવ, માટી કાઢતા મળ્યું હતું શિવલિંગ, ઈતિહાસ રોચક
Last Updated: 06:30 AM, 28 April 2025
ADVERTISEMENT
દેવાધિદેવ મહાદેવના સમગ્ર દેશમાં ઘણા મંદિરો આવેલા છે. મહાદેવ લોકોના દુખ પળભરમાં દુર કરે છે. જે વ્યક્તિ મહાદેવના શરણે જાય છે તેમની દરેક મનોકામના અચૂક પૂર્ણ થાય છે અને એટલે જ તેમને ભોળાનાથ કહેવામાં આવે છે. અમદાવાદના કોટ વિસ્તારમાં સ્વયંભુ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર આવેલું છે. દેવોના દેવ મહાદેવના ગુજરાતમાં નાના-મોટા અનેક મંદિરો આવેલા છે. અમદાવાદમાં કાશી વિશ્વનાથ મહાદેવનું પોતાનામાં જ અલગ ખાસિયત ધરાવતું નાનું મંદિર આવેલું છે. સ્થાનિકોની માન્યતા પ્રમાણે આ મંદિર સ્વયંભુ છે. અને મોગલ શાસન પહેલાથી આ સ્થળે આવેલું છે. મહાદેવજીના આ મંદિરની એક વિશેષતા છે કે આ પ્રથમ મંદિર છે કે જ્યાં મહાદેવની પાછળ પાર્વતીજી નહિ પણ શિવજીનો અંશ હનુમાનજી બિરાજે છે. આ મંદિરમાં બિરાજમાન કાશી વિશ્વનાથ મહાદેવને મરાઠાના ઇસ્ટ પણ કહેવામાં આવે છે. એક સમયે આ વિસ્તારમાં મરાઠા વસવાટ કરતા હતા અને તે લોકો નિયમિત કાશી વિશ્વનાથ મહાદેવની પૂજા કરતા હતા. મોગલો જયારે ભારતીય સંસ્કૃતિને ધ્વસ્ત કરવા નીકળ્યા ત્યારે આ મંદિરને બચાવવા માટે લોકોએ તેને મકાનમાં છુપાવી દીધુ હતું. અને વર્ષો પછી 1943માં આ સ્થળે એક મહિલાને શિવલિંગ મળ્યુ હતુ.
ADVERTISEMENT

અમદાવાદમાં બિરાજમાન કાશી વિશ્વનાથ મહાદેવ
ADVERTISEMENT
શિવલિંગ મળી આવ્યુ એટલે ત્યાં જ મહાદેવનું શિવાલય બનાવવામાં આવ્યું હતું કાશી વિશ્વનાથ મહાદેવ મદિરમાં મરાઠા સમાજના લોકોને ગાઢ આત્મીયતા છે. આ વિસ્તારના મરાઠા સમાજના લોકો નિત્ય અહીં દર્શન માટે આવે છે. અને તેમની દરેક મનોકામના કાશી વિશ્વનાથ મહાદેવ પૂર્ણ કરે છે. કાશી જઈને દર્શન કર્યાનો જે સંતોષ અને આનંદ ભક્તો થાય છે તેવો જ સંતોષ અને આનંદ ભાવિકો અહિં દર્શન કરીને કરે છે. મહાદેવજીના મંદિરે વર્ષ દરમ્યાન આવતા દરેક તહેવારોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે મહોલ્લાના લોકો એકજૂટ થઈ દરેક ઉજવણીમાં હર્ષોલ્લાસ સાથે જોડાય છે અને ભોળાના આશીર્વાદથી દરેક તહેવારની ઉજવણી રંગેચંગે પૂર્ણ થાય છે. અહિં વસતા લોકો ત્રણ પેઢીથી નિયમિત દર્શને આવે છે રોજ કરવામાં આવતા કાશી વિશ્વનાથ મહાદેવના પૂજન અર્ચન સમયે મંદિર અને આજુબાજુના વિસ્તારનું વાતાવરણ ભક્તિમય બની જાય છે. મહિનાના છેલ્લા સોમવારે મંદિરે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે. મહોલ્લાના લોકો એકત્રિત થઈ ભક્તિ સાથે મહાદેવની આરાધના કરી અલૌકિક અનુભૂતિનો અહેસાસ કરી ધન્ય થાય છે.

ADVERTISEMENT
આ પણ વાંચો: નર્મદા તટ પર ચિંતનાથ મહાદેવનું મંદિર, કપિલમુનિએ કરી હતી સાત સ્વયંભૂ શિવલિંગ સ્થાપના
મંદિરે મરાઠા સમાજના લોકોની ગાઢ આત્મીયતા
ADVERTISEMENT
મહાદેવજીના શરણે આવતા દરેક ભાવિકોની મનોકામના મહાદેવજી અવશ્ય પૂર્ણ કરે છે. અને એટલે જ તો દેવાધિદેવ મહાદેવને ભોળાનાથ પણ કહેવામાં આવે છે કહેવાય છે ને કે ચપટી ભભૂતમેં ખજાના કુબેરકા આવા જ અનુભવો અહીં આવતા ભક્તોને પણ થાય છે. મંદિરમાં પૂજા કરવાથી અને સેવા આપવાથી પણ કાશી વિશ્વનાથ મહાદેવ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. કાશી વિશ્વનાથ મહાદેવ મરાઠાના પરિવારોના પંચનું મંદિર છે. આઝાદી પહેલા મરાઠા સમાજના લોકો પોતાની સમસ્યાના નિરાકરણ માટે મહાદેવ સમક્ષ આવતા હતા. મંદિરે આવતા ભક્તોમાં શ્રદ્ધા છે કે તેમના જીવનની દરેક સમસ્યાનો મહાદેવજી આશીર્વાદથી હલ થઈ જાય છે. વર્ષોથી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તો મહાદેવજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને રોજ નવી શક્તિના સંચારનો અહેસાસ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT