બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અંબાજીમાં ફોરેસ્ટ અને પોલીસકર્મી પર હુમલો કરનાર સામે FIR, FSL ટીમ સાથે પંચનામું

કાર્યવાહી / અંબાજીમાં ફોરેસ્ટ અને પોલીસકર્મી પર હુમલો કરનાર સામે FIR, FSL ટીમ સાથે પંચનામું

Priykant Shrimali

Last Updated: 12:42 PM, 14 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Danta Attack on Police : પાડલીયા ગામમાં ફોરેસ્ટ વિભાગ અને પોલીસકર્મીઓ પર થયેલા હુમલાને લઈ સૌથી મોટા સમાચાર, પોલીસ પર હુમલો કરનારા ટોળા સામે નોંધાઈ ફરિયાદ, પોલીસ FSLની ટીમને સાથે રાખી ઘટનાસ્થળે કરશે પંચનામું

Danta Attack on Police : યાત્રાધામ અંબાજી નજીક આવેલ પાડલીયા ગામમાં ફોરેસ્ટ વિભાગ અને પોલીસકર્મીઓ પર થયેલા હુમલાને લઈને હવે એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં પોલીસ પર હુમલો કરનારા ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે. બનાસકાંઠા દાંતા રેન્જના DySP કુણાલ સિંહ પરમારના જણાવ્યા મુજબ પોલીસ FSLની ટીમને સાથે રાખી ઘટનાસ્થળે પંચનામું કરશે.

શું કહ્યું દાંતા રેન્જના DySP કુણાલ સિંહ પરમારે ?

DySPએ જણાવ્યું હતું કે જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આશરે 500 લોકોના ટોળાએ ફોરેસ્ટ અને પોલીસકર્મીઓને ઘેરી લીધા હતા. પથ્થરમારાની ઘટનામાં કુલ 47 કર્મચારી ઘાયલ થયા છે. સાથે સાથે ફોરેસ્ટ વિભાગના બે વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે જિલ્લાની પોલીસને પણ બોલાવવામાં આવી હોવાનું DySPએ જણાવ્યું છે.

હવે જાણીએ શું છે આ સમગ્ર વિવાદ ?

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાનું પાડલીયા ગામ ગઇકાલ સાંજથી ચારેકોર ચર્ચામાં આવ્યું છે. પ્રાથમિક વિગતો પ્રમાણે સર્વે નંબર 9માં આવેલી વન વિભાગની જમીન પર નર્સરી અને પ્લાન્ટેશનની કામગીરી ચાલી રહી હતી. સ્થાનિક લોકો આ જમીન પર પોતાનો હક હોવાનું માની રહ્યા હતા જેના કારણે લાંબા સમયથી અસંતોષ હતો. આ મુદ્દે ચર્ચા અથવા કાર્યવાહી દરમિયાન અચાનક આશરે 500 જેટલા લોકોનું ટોળું એકત્ર થયું અને સરકારી ટીમને ઘેરી લઈને પથ્થરમારો શરૂ કર્યો. ટોળાએ માત્ર પથ્થરો જ નહીં પરંતુ ગોફણ અને તીર-કામઠા જેવા પરંપરાગત હથિયારોનો પણ ઉપયોગ કર્યો, જેના કારણે પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ.

પોલીસે ટીયર ગેસ છોડ્યા અને સ્થિતિ વધુ વણસી

આ તરફ પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા પરંતુ તેના બદલે ટોળું વધુ ઉશ્કેરાયું. હુમલો વધુ આક્રમક બનતા પોલીસ અને વન વિભાગના અનેક કર્મચારીઓને ગંભીર ઇજાઓ પહોંચી. કેટલાક પોલીસ વાહનો અને સરકારી ગાડીઓને આગ ચાંપી દેવામાં આવી જેને કારણે ભારે નુકસાન થયું.

47 અધિકારી અને કર્મચારીઓ ઘાયલ

આ સમગ્ર ઘટનામાં પોલીસ, વન વિભાગ અને રેવન્યુ વિભાગના કુલ 47 અધિકારી અને કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા. તમામને તાત્કાલિક અંબાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અંબાજી પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. ગોહિલને ગંભીર ઇજા થતાં તેમને વધુ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા. ડોક્ટરોના જણાવ્યા મુજબ હાલ તમામ ઘાયલોની સ્થિતિ સ્થિર છે અને સારવાર ચાલુ છે.

ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા

ઘટનાની જાણ થતાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તેમજ સ્થાનિક ધારાસભ્ય પાલનપુર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે ઘાયલોની મુલાકાત લઈને યોગ્ય સારવાર મળે તે માટે સૂચનાઓ આપી હતી. કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે, આ હુમલો પૂર્વ આયોજન સાથે કરવામાં આવ્યો હોય તેવો સંદેહ છે અને સમગ્ર ઘટનાની ગંભીર તપાસ કરવામાં આવશે.

ઇજાગ્રસ્ત કર્મચારીએ શું કહ્યું ?

અંબાજી નજીક પાડલીયા ગામે થયેલ ઘટનામાં ઘાયલ કર્મચારી એ કહ્યું હતું કે, ફોરેસ્ટ અને પોલીસ પર સ્થાનિક લોકોના ટોળા એ હુમલો કર્યો હતો. અચાનક પથ્થરમારો તેમજ હથિયારો દ્વારા હુમલો કરાયો હતો.જેનાથી અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.

પાલનપુર સિવિલ સુપ્રીડેન્ટે શું કહ્યું ?

પાલનપુર સિવિલ સુપ્રીડેન્ટ સુનિલ જોશી એ કહ્યું હતું કે, અંબાજીથી તમામ ઘાયલ લોકોને પાલનપુર બનાસ જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અલગ અલગ ડોકટરો દ્વારા સારવાર કરવામાં આવી રહી છે. ઘાયલ કર્મચારીઓની તબિયત હાલ સ્ટેબલ છે.

શું કહ્યું વન પર્યાવરણ મંત્રી પ્રવીણ ભાઈ માળીએ ?

અંબાજી નજીક પાડલીયા ગામ પાસે થયેલી દુઃખદ ઘટનામાં ફરજ પર તૈનાત પોલીસ તથા વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પર થયેલો હુમલો નિંદનીય છે. ફરજનિષ્ઠા, સાહસ અને જવાબદારીની ભાવના સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જે અધિકારીઓ કાર્યરત રહે છે, તેમની ઉપર આવી હિંસા કોઈ પણ રીતે સ્વીકાર્ય નથી. આ સમયે અધિકારીઓએ દર્શાવેલ કર્તવ્યનિષ્ઠા અને સંયમ પ્રશંસનીય છે. ઘાયલ થયેલ તમામ પોલીસ અને વન વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. ઘાયલોને તાત્કાલિક અને યોગ્ય સારવાર મળી રહે તે માટે તંત્ર દ્વારા જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. સરકાર ફરજ પર રહેલ દરેક અધિકારી અને કર્મચારીની સાથે મજબૂતીથી ઉભી છે. આ સમગ્ર ઘટનાની ગંભીરતા સાથે તપાસ કરી દોષિતો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. બનાસકાંઠા કલેક્ટર તેમજ પોલીસ અધિક્ષક તેમજ ફોરેસ્ટ ઓફિસર ઘટનાનો તાગ મેળવી રહ્યા છે.

આ પણ વાંચો : દાંતામાં એવું તે શું થયું કે, જંગલમાં લોકોએ પોલીસ પર કર્યો હુમલો, 47 અધિકારી-કર્મચારીઓ ઘાયલ

પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકરે શું કહ્યું ?

અંબાજી નજીક પાડલીયા ગામે પોલીસ અને ફોરેસ્ટ કર્મચારીઓ પર હુમલાની ઘટનાને લઈ પાલનપુર ધારાસભ્ય સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ધારાસભ્ય અનિકેત ઠાકરે ઇજાગ્રસ્ત કર્મચારીઓની મુલાકાત લીધી હતી. ધારાસભ્યએ કહ્યું હતું કે, સમગ્ર ઘટના કઈ રીતે બની તેને લઈને હજુ પૂરી જાણકારી નથી મળી. વન પર્યાવરણ મંત્રી પ્રવીણ ભાઈ માળી સાથે વાતચીત થઈ છે. ઘાયલોને પાલનપુર હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા એટલે તાત્કાલિક હું ખબર અંતર પૂછવા માટે આવ્યો છું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Danta Banaskantha attack on police
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ