ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 15 હજારનો પાસ, પાણી પણ નહીં, અમદાવાદમાં 'સફેદ પરિંદે' ગરબા આયોજકોએ ખિસ્સા પર 'ફેરવી કાતર', સુવિધાને નામે મીંડુ
Last Updated: 12:21 PM, 17 October 2026
ADVERTISEMENT
Ahmedabad Navratri Garba: અમદાવાદમાં ગરબાના આયોજકોની બેદરકારીને કારણે ખેલૈયાઓમાં નારાજગીની વધુ એક બાબત સામે આવી છે. 15 હજારના મોઘા પાસ લીધા પછી પણ ખેલૈયાઓને અવ્યવસ્થાનો સામનો કરવો પડતા હોબાળો મચ્યો હતો. 15 હજારનો પાસ ખરીદ્યા છતાં પાણી પણ નહીં મળતા નારાજગી જોવા મળી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
પ્રાપ્ત થતી માહિતી અનુસાર અમદાવાદ શહેર નજીક લપકામણમાં ‘સફેદ પરિંદે’ ગરબાનું આયોજન કરાયુ હતું. જેમાં ખેલૈયાઓ દ્વારા 15000ના મોઘા પાસની ખરીદી કરવામાં આવી હતી. આયોજકો દ્વારા અનલિમિટેડ ફૂડની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ ગરબા શરૂ થયાના બે કલાકમાં ખાણી-પીણી અને પીવાનું પાણી ખૂટી પડતાં ખેલૈયાએ હોબાળો મચાવ્યો હતો. આયોજકો અને કેટરિંગવાળા નાસી જતા અકળાયેલા લોકોએ જાતે જ પિત્ઝા અને કોફી બનાવી પેટપુજા કરી હતી.
શું છે સમગ્ર મામલો
ADVERTISEMENT
અમદાવાદ નજીક લપકામણમાં સફેદ પરિંદે ગરબાનું 16 અને 17 ઓક્ટોબર એમ બે દિવસ ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે. આયોજકો દ્વારા આ ગરબાના પાસ મહિના અગાઉથી વહેચીવામાં આવ્યા હતા. 15 હજારના પાસમાં અનલિમિટેડ ફૂડ અને અન્ય સુવિધા પણ રાખવામાં આવી હતી. ગરબા રાત્રે 9 વાગ્યે શરૂ થયા અને 11 વાગ્યા સુધીમાં તો અનલિમિટેડ ફૂડ પૂરું થઈ ગયું હતું. 11 વાગ્યા બાદ જે લોકો જમવા આવ્યા તેમને જમવાનું ન મળતા હોબાળો કર્યો હતો.
પોલીસ બોલાવવી પડી
ADVERTISEMENT
ગરબા શરૂ થયા બાદ બે કલાકમાં ફૂડ અને પાણીને લઇ હોબાળો શરૂ થયો હતો એટલુ જ નહી ગરબામાં આયોજનનો અભાવ જોવા મળતા અવ્યવસ્થા સર્જાઇ હતી. મેનગેટથી ગરબામાં પ્રવશ બંધ કરી દેવાતા પાસ હોવા છતાં લોકો અંદર નહી જઇ શકતા હોબાળો શરૂ થયો હતો.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ પર્વમાં તકેદારી / અમદાવાદમાં દશેરા પર્વને લઈને AMCએ બહાર પાડી ગાઈડલાઈન, વેપારીઓને શું ઓર્ડર કરાયા?
આ અંગે પોલીસને જાણ થતા પહોચી હતી અને લોકોને પ્રવેશ શરૂ કરાવ્યો હતો. નારાજ ખેલૈયાઓએ રોષ વ્યક્ત કર્યો અને કહી રહ્યા હતા પાસ આપતા સમયે ફૂડ અને પાણી સુવિધા ફ્રીમાં મળશે એવી વાતો કરતા હતા, પરંતુ અંદર ગયા પછી ખબર પડી કે આ માત્ર માતો હતી એટલુ જ નહી ખેલૈયાઓ માટે પીવાના પાણીની પણ પુરતી વ્યવસ્થા ન હતી અને વાહન પાર્કિંગ માટે પણ જગ્યા ન હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો