બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Movie Review / અમદાવાદના સમાચાર / અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિની મોટી કાર્યવાહી, 22 શાળાઓને ફટકાર્યો મસમોટો દંડ
Last Updated: 10:04 PM, 21 April 2025
અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિની 22 શાળાઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એક જ દિવસમાં અમદાવાદ ગ્રામ્યની 22 શાળાઓને 10-10 હજારનો દંડ ફટકારાયો છે. ફાયર NOC અને ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળતા કાર્યવાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
22 શાળાઓને 10-10 હજારનો દંડ ફટકારાયો
શાળાઓમાં ફાયર NOC રીન્યુ ના થઈ હોવાનું પ્રાથમિક શિક્ષણ સમિતિના ધ્યાને આવ્યું હતું, જેના પગલે ચકાસણી હાથ ધરાઈ હતી ત્યારે કેટલીક શાળાઓમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળતા દંડ ફટકારવામાં આવ્યો છે, સાથો સાથ NOC રીન્યુ કરવા ફાયર સેફટીના પૂરતા સાધનો રાખવા કડક સૂચના અપાઈ છે. શાળાઓ દ્વારા ફાયર NOC રીન્યુ નહીં કરાય તો પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા સામે કડક કાર્યવાહી કરશે તેમજ શાળાઓ યોગ્ય પગલાં નહીં ભરે તો શાળાઓની માન્યતા રદ્ કરવા સુધીની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ખરીફ સિઝનમાં કપાસના પાકને બચાવવા જાણી લો આ ઉપાયો, પાકમાં થશે મબલખ ઉત્પાદન
RTEના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ!
થોડા દિવસ અગાઉ અમદાવાદમાં ત્રિપદા ઈંગ્લિશ સ્કૂલ અને ઝાયડસ સ્કૂલ વિવાદમાં સપડાઈ હતી. આ બંને શાળામાં RTEના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ થયો હાવોના આક્ષેપ થયા હતો. વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને શાળા વિરુદ્ધ રજૂઆત કરી હતી. જેમાં ઉલ્લેખ કરાયો હતો કે, શાળામાં ધોરણ 5 થી 8માં ભણતા કેટલાક આરટીઈના વિદ્યાર્થીઓને નાપાસ કરાયા. શિક્ષણાધિકારીએ શાળામાં તપાસના આદેશ આપ્યા હતા. આદેશ અનુસાર એજ્યુકેશન ઈન્સપેક્શન અધિકારી ત્રિપદા અને ઝાયડસ સ્કૂલમાં વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ તપાસ કરાશે. તપાસ દરમિયાન વિદ્યાર્થીઓના વાલીઓને પણ સાથે રાખવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.