બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / PM મોદીએ વર્ષો જૂની પરંપરા જાળવી રાખી, દિલ્હીથી જગન્નાથ મંદિરમાં મોકલ્યો પ્રસાદ

રથયાત્રા 2025 / PM મોદીએ વર્ષો જૂની પરંપરા જાળવી રાખી, દિલ્હીથી જગન્નાથ મંદિરમાં મોકલ્યો પ્રસાદ

Priykant Shrimali

Last Updated: 06:59 PM, 26 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rath Yatra 2025 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરંપરા જાળવી રાખી, જગન્નાથ મંદિરમાં મોકલ્યો પ્રસાદ, પરિંદુ ભગત આ પ્રસાદ લઈને મંદિર આવ્યા

Rath Yatra 2025 : અમદાવાદમાં આવતીકાલે એટલે 26 જૂન અને શુક્રવારના રોજ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળશે. રથયાત્રાને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. આ બધાની વચ્ચે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જગન્નાથ મંદિરમાં પ્રસાદ મોકલ્યો છે. મહત્વનું છે કે, PM મોદી દર વર્ષે અમદાવાદના જગન્નાથ મંદિરે પ્રસાદ મોકલે છે. આ તરફ આ વર્ષે પણ તેમણે પરંપરા જાળવી રાખી છે. આજે પરિંદુ ભગત આ પ્રસાદ લઈને જગન્નાથ મંદિરમાં પહોંચ્યા હતા.

આ પણ વાંચો : રથયાત્રા નિમિતે આજે રાતથી આ રસ્તાઓ થઈ જશે બંધ, અમદાવાદ પોલીસે જાહેર કર્યા 'નો પાર્કિંગ ઝોન'

PM મોદીએ જગન્નાથ મંદિરમાં મોકલ્યો પ્રસાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરંપરા જાળવી રાખી છે અને આજે અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભગવાન માટે પ્રસાદ મોકલ્યો છે. PM મોદી દ્વારા ડ્રાયફ્રૂટ, ફ્રૂટ, મગ અને ચોકલેટ સહિતનો પ્રસાદ મોકલવામાં આવ્યો છે. આજે બપોરના સમયે પરિંદુ ભગત આ પ્રસાદ લઈને જગન્નાથ મંદિરમાં આવ્યા હતા. મહત્વનું છે કે, આવતીકાલની રથયાત્રાને લઈ તમામ તૈયારીઑ પૂર્ણ થઈ ચૂકી છે.

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે હવે ગણતરીના કલાકો જ બાકી છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી પોતાના ભવ્ય રથમાં નિજમંદિર પર પહોંચ્યા છે. રથયાત્રા પૂર્વે ભક્તો નિજમંદિરે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.

આ પણ વાંચો : ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ, ગુહરાજ્યમંત્રીએ આરતી ઉતારી, પહેલી વખત AI વપરાશે

ભક્તિ અને ઉલ્લાસથી ભરેલી વાતાવરણમાં મંદિરના મહંતે પરંપરાગત ગજપૂજન વિધિ પણ કરી હતી. 18 હાથીઓને રંગબેરંગી રંગોથી શણગારવામાં આવ્યા છે અને તેમને પાલખીઓથી સુસજ્જ કરવામાં આવ્યા છે. આ હાથીઓ રથયાત્રાની આગેવાની આપતી ગજયાત્રામાં ભાગ લેશે.

આ પણ વાંચો : રથયાત્રા પર મેઘરાજાને વધાવવા તૈયાર રહેજો, અંબાલાલની ભારેથી 'અતિભારે' આગાહી

અંબાલાલ પટેલ દ્વારા રથયાત્રાને લઇને મોટી આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રથયાત્રાને લઇને મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસો દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તારીખ 26 થી 30 જૂન દરમિયાન ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્ર વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર જેવા વિસ્તારોમાં પણ વાવાઝોડા સહિત વરસાદની શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jagannath Temple PM Modi Rath Yatra
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ