બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રથયાત્રા નિમિતે આજે આ રસ્તાઓ થઈ જશે બંધ, અમદાવાદ પોલીસે જાહેર કર્યા 'નો પાર્કિંગ ઝોન'

Rath Yatra 2025 / રથયાત્રા નિમિતે આજે આ રસ્તાઓ થઈ જશે બંધ, અમદાવાદ પોલીસે જાહેર કર્યા 'નો પાર્કિંગ ઝોન'

Vidhata Gothi

Last Updated: 06:25 AM, 27 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rath Yatra 2025: 27 જૂન શુક્રવારને અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. રથયાત્રાને લઈને મંદિર ટ્રસ્ટ અને પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. અમદાવાદ પોલીસે એક જાહેરનામું બહાર પાડીને 'નો પાર્કિંગ ઝોન' વિશે જણાવ્યું છે.

Ahmedabad Rathyatra 2025: અમદાવાદમાં આ વર્ષે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળશે, ત્યારે રથયાત્રાના દિવસે કોઈ મુશ્કેલીઓ ન પડે એ માટે અમદાવાદ પોલીસે એક જાહેરનામું બહાર પાડીને 'નો પાર્કિંગ ઝોન' વિશે જણાવ્યું છે.

27 જૂન શુક્રવારને અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. રથયાત્રાને લઈને મંદિર ટ્રસ્ટ અને પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશ્નર જી. એસ મલિકે એક જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં 'નો પાર્કિંગ ઝોન'ની વિગતો જણાવવામાં આવી છે. જાહેરનામા અનુસાર, અમદાવાદ શહેરમાં જગન્નાથ મંદિરની 148મી રથયાત્રા નિમિત્તે કેટલાક વિસ્તારો 26 જૂન રાત્રે 12 વાગ્યાથી 'નો પાર્કિંગ ઝોન' રહેશે.

Vtv App Promotion 2

આ વિસ્તારો 'નો પાર્કિંગ ઝોન'

જગન્નાથ રથયાત્રાના માર્ગ પર 'નો પાર્કિંગ ઝોન' જાહેર કરવામાં આવ્યા છે. જગન્નાથ મંદિર, જમાલપુર દરવાજાથી જમાલપુર ચકલા, વૈશ્યસભા, ખમાસા, ગોળલીમડા, આસ્ટોડિયા ચકલા, (બી.આર.ટી.એસ. રૂટ સહિત) મદનગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડિયા જૂની ગેટ, ખાડિયા ચાર રસ્તા, પાંચકૂવા, કાલુપુર સર્કલ, કાલુપુર ઓવરબ્રિજ, સરસપુર, પ્રેમ દરવાજા, જોર્ડનરોડ, બેચર લશ્કરની હવેલી, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા યોકી, ઔત્તમ પોળ, આર. સી. હાઇસ્કૂલ, દિલ્હી ચકલા, ઘી કાંટા રોડ, પાનકોરનાકા, ફુવારા, ચાંદલા ઓળ, સાંકડી શેરીના નાકે થઈ માણેકચોક શાક માર્કેટ, દાણાપીઠ, ખમાસાથી જગન્નાથ મંદિર સુધીનો વિસ્તાર 'નો પાર્કિંગ ઝોન' રહેશે.

આ પણ વાંચો: Photos: દ્વારકાના સમય દર્શનમાં મોટો ફેરફાર, દર્શને જતા પહેલા એકવાર નજર મારી લેજો

ઉલ્લેખનીય છે કે જ્યાં સુધી રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ જાહેરનામાનો અમલ કરવાનો રહેશે. ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ-33ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને 26 જૂને રાત્રે 12 વાગ્યાથી લઈને રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ વિસ્તાર 'નો પાર્કિંગ ઝોન' રહેશે. સાથે જ જો કોઈ આ જાહેરનામાનો ભંગ કરે છે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rath Yatra 2025 Ahmedabad Police Ahmedabad No Praking Zone
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ