બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / રથયાત્રા પર મેઘરાજાને વધાવવા તૈયાર રહેજો, અંબાલાલની ભારેથી 'અતિભારે' આગાહી
Last Updated: 03:15 PM, 26 June 2025
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે હવે ગણતરીના કલાકો જ બાકી છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી પોતાના ભવ્ય રથમાં નિજમંદિર પર પહોંચ્યા છે. રથયાત્રા પૂર્વે ભક્તો નિજમંદિરે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. ભક્તિ અને ઉલ્લાસથી ભરેલી વાતાવરણમાં મંદિરના મહંતશ્રીએ પરંપરાગત ગજપૂજન વિધિ પણ કરી હતી. 18 હાથીઓને રંગબેરંગી રંગોથી શણગારવામાં આવ્યા છે અને તેમને પાલખીઓથી સુસજ્જ કરવામાં આવ્યા છે. આ હાથીઓ રથયાત્રાની આગેવાની આપતી ગજયાત્રામાં ભાગ લેશે. તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રથયાત્રાને લઇને મોટી આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT

રથયાત્રાના સમગ્ર રૂટ પર સુરક્ષા અને વ્યવસ્થાની સંપૂર્ણ તૈયારી કરાઈ છે. પોલીસ, હોસ્પિટલ, સફાઈ અને ટ્રાફિક વ્યવસ્થાઓ આખરી તબક્કામાં છે. સમગ્ર શહેરમાં ભક્તિભાવ સાથે રથયાત્રાને લઇને ઉત્સાહનો માહોલ છે. ત્યારે રથયાત્રાના દિવસે વરસાદ પડવાની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.
ADVERTISEMENT

કારણ કે રાજ્યમાં આગામી 5 દિવસો દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તારીખ 26 થી 30 જૂન દરમિયાન ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્ર વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર જેવા વિસ્તારોમાં પણ વાવાઝોડાસહિત વરસાદની શક્યતા છે.
ADVERTISEMENT

આ પણ વાંચો : તો શું ગુજરાતમાં ફરીથી ચૂંટણી યોજાશે? ઉમેશ મકવાણાની જાહેરાત બાદ રાજનીતિમાં ઉલટફેર
ADVERTISEMENT
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ નવસારી અને સુરત જેવા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ થશે. જ્યારે પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાઓમાં પણ મોજાંદાર વરસાદની આગાહી છે. તેમણે જણાવ્યું કે 1થી 3 જુલાઈ વચ્ચે વધુ એક વરસાદી રાઉન્ડ આવશે, જેમાં 8થી 10 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. સાથે જ જામનગર, પંચમહાલ, વડોદરા અને દાહોદ જેવા વિસ્તારોમાં પણ અતિભારે વરસાદની સંભાવના છે. ભક્તો માટે આશ્ચર્ય અને ચિંતાનું મિશ્રણ છે એક તરફ રથયાત્રાનો પવિત્ર અવસર છે, તો બીજી તરફ આ વેળાએ પડતો અતિભારે વરસાદ તૈયારીઓ માટે પડકાર બની શકે છે. તેમ છતાં, ભાવિકોમાં ભક્તિભાવ અને ઉત્સાહ યથાવત્ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.