ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / તો શું ગુજરાતમાં ફરીથી ચૂંટણી યોજાશે? ઉમેશ મકવાણાની જાહેરાત બાદ રાજનીતિમાં ઉલટફેર
Last Updated: 01:50 PM, 26 June 2025
ADVERTISEMENT
Botad MLA Umesh Makwana: તાજેતરમાં જ ગુજરાતમાં બે વિધાનસભા બેઠકો કડી અને વિસાવદરની પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની જીત થઈ. AAPના ભૂપેન્દ્ર ભાયાણીએ રાજીનામું આપ્યા પછી ભાજપમાં જોડાયા બાદ વિસાવદર બેઠક ખાલી પડી હતી. બીજી તરફ, કડી અનુસૂચિત જાતિ માટેની અનામત બેઠક છે જે ભાજપના ધારાસભ્ય કરસન સોલંકીના અવસાન બાદ ખાલી પડી હતી. ત્યારે આ બંને બેઠકો પર તાજેતરમાં જ ચૂંટણી યોજાઈ હતી. ત્યારે હવે ફરી એકવાર ગુજરાતમાં પેટા ચૂંટણી યોજવા અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
ADVERTISEMENT
વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટી જીતની ઉજવણી કરી રહી છે, તો બીજી તરફ પાર્ટીનો મોટો ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા આજે વિધાનસભાના દંડકના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સાથે જ તેમણે જોઇન્ટ સેક્રેટરીના પદ પરથી પણ રાજીનામુ આપી દીધું છે. જો કે તેમણે કહ્યું કે તેઓ પાર્ટીમાં જ રહેશે અને ધારાસભ્યના પદ પરથી રાજીનામું નહીં આપે.
ADVERTISEMENT
उमेश मकवाना को पार्टी विरोधी एवं गुजरात विरोधी गतिविधियों के लिए पाँच साल के लिए पार्टी से सस्पेंड किया जाता है।
— Isudan Gadhvi (@isudan_gadhvi) June 26, 2025
જો કે તેમની આ જાહેરાતની થોડી જ મિનિટો બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને તેની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય ઇસુદાન ગઢવીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને જણાવ્યું કે
ADVERTISEMENT
"ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી અને ગુજરાત વિરોધી ગતિવિધિઓ માટે પાંચ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે."
હવે આ જાહેરાત બાદ ગુજરાતમાં ફરીથી પેટા ચૂંટણી યોજાશે એવી અટકળો તેજ થઈ ગઈ છે.
ADVERTISEMENT
એમ તો ઉમેશ મકવાણાએ ધારાસભ્ય પદેથી રાજીનામું નથી આપ્યું. તેમણે પોતાના લેટરમાં લખ્યું કે, "હું આમ આદમી પાર્ટીના તમામ પદેથી રાજીનામું આપું છું..." તો એ પછી તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ હવે ચૂંટણીને લઈને અનેક પ્રકારના તર્ક વિતર્ક થઈ રહ્યાં છે. એવા સવાલો ઉઠી રહ્યા છે કે શું રાજ્યમાં ફરી એકવાર પેટા ચૂંટણી યોજાશે? જો કોઈ ધારાસભ્યને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવે તો શું તેનું ધારાસભ્ય પદ છીનવાઈ જાય?
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. જો કે તેમણે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું નથી. તેમને ધારાસભ્યના પદ પરથી બરતરફ કરવાનો અધિકાર માત્ર વિધાનસભાના સ્પીકર પાસે જ છે.
ADVERTISEMENT
જો આમ આદમી પાર્ટી વિધાનસભાના સ્પીકરને અપીલ કરે છે કે ઉમેશ મકવાણાને તેમના પદ પરથી પણ હટાવી દેવામાં આવે અને જો વિધાનસભાના સ્પીકર સદનના નિયમો અનુસાર કોઈ નિર્ણય લે છે, અને ઉમેશ મકવાણાને ધારાસભ્ય પદેથી હટાવી દે છે તો જ બેઠક ખાલી થશે અને એના પર પેટા ચૂંટણી યોજાઈ શકે.

જોકે હજુ પણ ઉમેશ મકવાણા ધારાસભ્ય પદ પર બન્યા રહેશે કારણે કે કોઈ પણ પાર્ટી ગમે તે કારણસર ધારાસભ્યને પક્ષમાંથી સસ્પેન્ડ કરે તો પણ તેનું ધારાસભ્યનું પદ યથાવત રહે છે. કારણ કે ધારાસભ્ય પદ પરથી દૂર કરવાનો અધિકાર માત્ર અને માત્ર વિધાનસભાના અધ્યક્ષ પાસે હોય છે. આવા કિસ્સામાં જે ધારાસભ્ય પાર્ટીમાંથી સસ્પેન્ડ થયો છે તે MLA પદ પરથી સ્વૈછિક રાજીનામું આપી દેતા હોય છે. અને જો કદાચ ન આપે તો જે તે પાર્ટી સ્પીકરને અપીલ કરી તેને પદ પરથી દૂર કરવાની લેખિત રજૂઆત કરે છે જે બાદ સ્પીકર પક્ષ પલટાના કાયદાને આધીન યોગ્ય નિર્ણય લે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં AAP પાર્ટીએ દિગ્ગજ ધારાસભ્યને કર્યા પાર્ટીમાંથી સસ્પેન્ડ, કારણ પક્ષ વિરોધી પ્રવૃત્તિ
પેટા ચૂંટણી યોજાવાની અન્ય એક સંભાવના એ પણ છે કે જો તેઓ કોઈ અન્ય પક્ષમાં જોડાઈ જાય છે, તો તેમને ધારાસભ્ય પદ પરથી હટાવી દેવામાં આવે છે અને જે-તે બેઠક ખાલી થાય તેના પર પેટા ચૂંટણી યોજાય છે. પણ એ વખતે પક્ષપલટા વિરોધી કાયદો લાગૂ પડે છે. પક્ષપલટા વિરોધી કાયદો વિધાનસભાના સભ્યો (ધારાસભ્યો)ને એક પક્ષ છોડીને બીજા પક્ષમાં જોડાવા બદલ દંડ કરે છે. પક્ષપલટા વિરોધી કાયદા અનુસાર, ચૂંટાયેલા સભ્યોને પક્ષ બદલવા માટે ગેરલાયક ઠેરવવા માટેની જોગવાઈઓ મૂકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.