ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં AAP પાર્ટીએ દિગ્ગજ ધારાસભ્યને કર્યા પાર્ટીમાંથી સસ્પેન્ડ, કારણ પક્ષ વિરોધી પ્રવૃત્તિ

રાજકારણ / ગુજરાતમાં AAP પાર્ટીએ દિગ્ગજ ધારાસભ્યને કર્યા પાર્ટીમાંથી સસ્પેન્ડ, કારણ પક્ષ વિરોધી પ્રવૃત્તિ

Published By: Priyankka Triveddi

Last Updated: 01:27 PM, 26 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AAPના કાર્યકર ગોપાલ ઈટાલિયા વિસાવદરથી ચુંટણી જીત્યા બાદ આમ આદમી પાર્ટીમાં એક તરફ ખુશીનો માહોલ છે તો ગોપાલની જીતની સાથે જ પાર્ટીમાં બીજી તરફ લોકોમાં નારાજગી દેખાઈ રહી છે.

ADVERTISEMENT

ગોપાલ ઇટાલિયાની જીત બાદથી જ પાર્ટીની અંદર કોઈક પ્રકારના મોટા ફેરફારની ચર્ચાએ જોર પકડયું હતું. ગઇકાલ સાંજથી શરૂ થયેલી ચર્ચાનો અંત આજે આવ્યો છે. આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય ઇસુદાન ગઢવીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને એક મોટી અને ચીકવાનારી જાહેરાત કરી છે. ઈસુદાન ગઢવીના તેમના સોશિયલ મીડિયા પર આપેલ નિવેદન બાદ ફરી રાજકારણ ગરમાયું છે.

ઇસુદાન ગઢવીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને જણાવ્યું કે

"ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી અને ગુજરાત વિરોધી ગતિવિધિઓ માટે પાંચ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે."

આ નિવેદન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આપેલ રાજીનામાં બાદ આ નિવેદન આવ્યું છે. ઉમેશ મકવાણાએ આજ રોજ પાર્ટી તરફથી સોંપેલા તમામ પદબહાર પરથી રાજીનામું આપ્યું હતું. પરંતુ તેમણે ક્યાંય પણ પાર્ટી છોડવાની વાત કરી ના હતી.

isudan-tweet

તાજેતરમાં આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા ધારાસભ્ય પદેથી રાજીનામું આપે એવી અટકળો વચ્ચે તેમણે દંડકપદેથી રાજીનામું આપ્યું છે. આ સાથે જ તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ધારાસભ્યપદેથી રાજુનામું આપવાનો નિર્ણય જનતાને પૂછીને લઈશ. મળતી માહિતી અનુસાર, AAPના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા પાર્ટીથી નારાજ છે અને આજે ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની ચર્ચાઓ ચાલી રહી છે. એવામાં તેમણે આજે દંડકપદેથી રાજીનામું આપી દીધું છે.

વધુ વાંચો: શું ઉમેશ મકવાણાએ AAPને કહ્યાં રામ-રામ? રાજીનામા પર આવ્યા સૌથી મોટા સમાચાર

1200 x 628 આખા દિવસની મહત્વની ઘટનાઓ એક ક્લિકમાં જાણવા માટે -

અગાઉ પણ ઉઠી હતી રાજીનામાની અટકળો

નોંધનીય છે કે ધારાસભ્ય ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીના કોઈ પણ ધારાસભ્યના ફોન કૉલ્સ લઈ રહ્યા નથી. સાથે જ તેઓ ગોપાલ ઈટાલિયા માટે પ્રચારથી પણ દૂરી રાખી હતી. છેલ્લા ઘણા સમયથી તેઓ આમ આદમી પાર્ટીના કોઈ કાર્યક્રમોમાં હારજ રહ્યા નથી. ત્યારે તેમના રાજીનામાની અટકળો તેજ થઈ રહી છે. અગાઉ પણ એવી અટકળો ઉઠી હતી કે તેઓ રાજીનામું આપશે, પણ ત્યારે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને આ વાતને નકારી દીધી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Isudan Gadhvi AAP Gujarat Umesh Makwana

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ