ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / શું ઉમેશ મકવાણાએ AAPને કહ્યાં રામ-રામ? રાજીનામા પર આવ્યા સૌથી મોટા સમાચાર

અટકળોનો અંત / શું ઉમેશ મકવાણાએ AAPને કહ્યાં રામ-રામ? રાજીનામા પર આવ્યા સૌથી મોટા સમાચાર

Published By: Vidhata Gothi

Last Updated: 12:27 PM, 26 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AAP MLA Umesh Makwana: AAPના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા ધારાસભ્ય પદેથી રાજીનામું આપે એવી અટકળો વચ્ચે તેમણે આજે પ્રેસ કોન્ફરન્સમાં એક મોટું નિવેદન આપ્યું છે.

ADVERTISEMENT

AAP MLA Umesh Makwana: તાજેતરમાં આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા ધારાસભ્ય પદેથી રાજીનામું આપે એવી અટકળો વચ્ચે તેમણે દંડકપદેથી રાજીનામું આપ્યું છે. આ સાથે જ તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ધારાસભ્યપદેથી રાજુનામું આપવાનો નિર્ણય જનતાને પૂછીને લઈશ.

મળતી માહિતી અનુસાર, AAPના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા પાર્ટીથી નારાજ છે અને આજે ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની ચર્ચાઓ ચાલી રહી છે. એવામાં તેમણે આજે દંડકપદેથી રાજીનામું આપી દીધું છે. પ્રેસ કોન્ફરન્સમાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ કહ્યું,

જનતાએ મારી પર ભરોસો મૂક્યો છે, હું અધવચ્ચેથી જઈ ન શકું.

આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ કહ્યું -

પક્ષના આગેવાનો સાથે બેઠક કરી ધારાસભ્ય પદને લઈને નિર્ણય કરીશ. AAPએ મને દંડક બનાવી રાજકીય પક્ષના રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી બનાવ્યો. કોંગ્રેસ પાર્ટીએ પણ પછાત સમાજના લોકોને મહત્ત્વના સ્થાન ના આપ્યા. AAP પણ પછાત સમાજના મુદ્દા ઉઠાવવામાં પાર્ટી તરફથી અવગણના કરે છે. ગોપાલ ઈટાલિયાના કારણે રાજીનામું આપું છું એવું નથી. સરકારને વિધાનસભામાં સૌથી વધુ પ્રશ્ન પુછ્યા છે, મેં જનતા માટે કામ કર્યા છે. બોટાદની જનતા સાથે ચર્ચા કર્યા બાદ ધારાસભ્ય તરીકે રાજીનામા બાબતે નિર્ણય લઈશ. AAPના તમામ પદ પરથી રાજીનામું આપું છું, કાર્યકર્તા તરીકે કામ કરતો રહીશ.

AAPના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પોતાના જ પક્ષની કાર્યરીતી સામે સવાલ ઉઠાવ્યા. પક્ષની અંદર જ પછાત સમાજના લોકોને સ્થાન ના મળતું હોવાનો આરોપ લગાવ્યો. પક્ષની કામગીરીથી નારાજ થઈને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી પદેથી રાજીનામું આપ્યું. સાથે જ તેમણે ભાજપ સામે અવાજ ઉઠાવે એવા લોકોને જવાબદારી અપાય તેવી માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા VTV ડિજિટલને આપેલા એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં ઉમેશ મકવાણાએ તેમના પક્ષમાંથી રાજીનામું આપવા અંગેની અટકળો વિશે ખુલાસો કર્યો હતો. જયારે તેમણે પૂછવામાં આવ્યું કે હવે તો ચર્ચા પણ ચાલી રહી છે કે તમે ભાજપમાં જવાના છો? ત્યારે તેમણે જવાબ આપ્યો હતો -

'જાવું હોય તો ઉમેશભાઇ મકવાણાને 2020માં આજ-કાલ કરતા 5 વર્ષ થઇ ગયા, અને ધારાસભ્ય તરીકે પણ પોણા 3 વર્ષ થઇ ગયા, તો અત્યાર સુધીમાં વયા ગ્યાં હોય, ઉમેશ મકવાણા બોટાદની જનતાના આશીર્વાદથી વિધાનસભા જીતી ગયા, પાર્ટીએ ભાવનગરની સીટ મને સાંસદ તરીકે આપી, પાર્ટીએ આટલી નાની ઉંમરમાં મારી પર ભરોસો રાખ્યો, તો જવાનું હોત તો પહેલેથી જ જતો રહ્યો હોત.'
Vtv App Promotion 2

અગાઉ પણ ઉઠી હતી રાજીનામાની અટકળો

નોંધનીય છે કે ધારાસભ્ય ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીના કોઈ પણ ધારાસભ્યના ફોન કૉલ્સ લઈ રહ્યા નથી. સાથે જ તેઓ ગોપાલ ઈટાલિયા માટે પ્રચારથી પણ દૂરી રાખી હતી. છેલ્લા ઘણા સમયથી તેઓ આમ આદમી પાર્ટીના કોઈ કાર્યક્રમોમાં હારજ રહ્યા નથી. ત્યારે તેમના રાજીનામાની અટકળો તેજ થઈ રહી છે. અગાઉ પણ એવી અટકળો ઉઠી હતી કે તેઓ રાજીનામું આપશે, પણ ત્યારે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને આ વાતને નકારી દીધી હતી.

આ પણ વાંચો: સામાન્ય વરસાદમાં જ પૂર્વ અમદાવાદમાં જળબંબાકાર, RAF ની ટીમ સહિત લાખો લોકો ફસાયા

બોટાદના ધારાસભ્ય છે ઉમેશ મકવાણા

2022ની વિધાનસભા ચૂંટણીમાં AAP દ્વારા બોટાદ બેઠક પર ઉમેશ મકવાણાને ટિકિટ આપવામાં આવી હતી. તેમણે ભાજપના ઘનશ્યામ વિરાણી અને કોંગ્રેસના મનહર પટેલને હરાવી દીધા હતા. આ પછી આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને ભાવનગર બેઠક પરથી લોકસભાની ટિકિટ પણ આપી હતી, જો કે તેઓ ચૂંટણી હારી ગયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Politics AAP MLA Umesh Makwana Gujarat News

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ