બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / યુવાનો માટે 60,000 વાળી નોકરીની મોટી તક, ચૂક્યા વગર ફટાફટ કરો અરજી

તમારા કામનુ / યુવાનો માટે 60,000 વાળી નોકરીની મોટી તક, ચૂક્યા વગર ફટાફટ કરો અરજી

Last Updated: 10:56 AM, 1 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ભરતી 2025 અંતર્ગત કાયદા સલાહકારની પોસ્ટ માટેની તમામ જરૂરી વિગતો આપવામાં આવી છે. જો તમે કાયદા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છો છો તો આ તક તમારા માટે મહત્વની બની શકે છે.

ગુજરાતમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે આ એક ઉત્તમ અવસર છે. નર્મદા, જળસંપત્તિ, પાણી પૂરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા કાયદા સલાહકાર તરીકે સેવા આપવાની તક મળી રહી છે. રાજ્યના 8 મુખ્ય શહેરોમાં યોજાનારી આ ભરતી અંતર્ગત કુલ 10 જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ માટે વિભાગે અધિકૃત નોટિફિકેશન જાહેર કર્યું છે અને ઉમેદવારો પાસેથી ઓફલાઈન અરજીઓ માંગવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા અને કાયદાકીય ક્ષેત્રમાં અનુભવ ધરાવતા ઉમેદવારો માટે આ એક ઉત્તમ કરિયર વિકલ્પ બની શકે છે.

ગુજરાત ભરતી 2025 હેઠળ કાયદા સલાહકારની પોસ્ટ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી રહી છે. જે ઉમેદવારો આ પદ માટે અરજી કરવા ઇચ્છે છે, તેમના માટે શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, વય મર્યાદા, તેમજ અરજી પ્રક્રિયા વિશેની વિગતો ખૂબ ઉપયોગી સાબિત થશે.

ભરતી માટે શૈક્ષણિક લાયકાત

  • ભારતની માન્ય યુનિવર્સિટીના કાયદાના સ્નાતકની પદવી (LLB)
  • કાયદાની પ્રેક્ટીસ માટે તેઓ માન્યતા મેળવેલી હોવી જોઈએ
  • CCC+ લેવલનું કમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ
  • તેમજ ઉમેદવાર બાર કાઉન્સીલ ઓફ ગુજરાત અથવા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયામાં પણ નોંધણી કરાવેલ હોવી જોઈએ

અનુભવ

ઉમેદવાર માટે ઓછામાં ઓછા પાંચ વર્ષનો વકીલ તરીકે કામ કરવાનો અનુભવ હોવો જોઈએ. ગુજરાત હાઈકોર્ટમાં વકીલાતનો ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ. તે સિવાય તેઓએ સરકારી વિભાગો, વિભાગીય કચેરીઓ કે સરકારી પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ માટે, સરકારી પક્ષ તરીકે સુપ્રીમકોર્ટ, હાઈકોર્ટ અથવા જિલ્લા કોર્ટોમાં કેસોની બચાવ કામગીરીમાં ત્રણ વર્ષની પ્રતિષ્ઠિત કામગીરીનો અનુભવ ધરાવતો હોવો જોઈએ.

વય મર્યાદા તેમજ પગાર ધોરણ

કાયદા સલાહકારની ખાલી જગ્યાને ધ્યાનમાં લેતાં, યોગ્ય ઉમેદવારોને 11 માસના કરારના આધારે નિમણૂક આપવામાં આવશે. આ પદ માટે અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર મહત્તમ 50 વર્ષથી વધુ ન હોવી જોઈએ. પસંદ થયેલા ઉમેદવારોને દર મહિને રૂ. 60,000નું નિશ્ચિત ફિક્સ વેતન ચૂકવવામાં આવશે.

અરજી કેવી રીતે કરશો

અરજી કરવા માટે ઈચ્છતા ઉમેદવારોને અરજી પત્રકનો નમૂનો, જાહેરાતની વિગતવાર માહિતી તથા લીગલ કન્સલ્ટન્ટની જગ્યાની તમામ માહિતીઓ વિભાગની વેબસાઈટ https://guj-nwrws.gujarat.gov.in મૂકવામાં આવી છે. તેમજ જગ્યાની સંબંધિત શરતો, ફરજો અને કામગીરી અંગેની સંપૂર્ણ વિગતો ધ્યાને લઈ અરજી કરવાની રહેશે. અરજી સાથે જરૂરી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની નકલ તેમજ અનુભવના આધાર પુરાવા તમામ અપલોડ કરવાના રહેશે. અરજી મોકલવાની અંતિમ તારીખ 12 ઓગસ્ટ 2025 છે. અને તે તારીખ સુધીમાં નીચે આપેલા સરનામે અરજી પ્રાપ્ત થવી અનિવાર્ય છે.

આ પણ વાંચોઃ સરકારી કંપનીમાં 500 પદો પર ભરતી, જાણો પગાર-લાયકાત સહિતની વિગતો

અરજી મોકલવાનું સ્થળ

ઉપસચિવ (મહેકમ) નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, બ્લોક-95 મો માળ, સરદાર ભવન, ગાંધીનગર

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Narmada Legal Advisor Water Resources
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ