ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / govt-to-shut-handicrafts-and-handlooms-export-corporation-of-india-company

શટડાઉન / મોદી સરકારના શાસનમાં વધુ એક સરકારી કંપનીને લાગશે ખંભાતી તાળાં, બંધ થયું કામ

Published By: Nirav

Last Updated: 08:51 PM, 17 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદી સરકારે વધુ એક સરકારી કંપનીને બંધ કરવાનો નિણર્ય લઈ લીધો છે, નોંધનીય છે કે આ કંપની લાંબા સમયથી ખોટ કરી રહી હતી.

ADVERTISEMENT

  • વધુ એક સરકારી કંપનીને બંધ કરી નંખાઈ 
  • સરકારનો દાવો, લાંબા સમયથી ખતો કરી રહી હતી કંપની 
  • મોદી સરકારના શાસનમાં ખાનગીકરણની ગતિ વધી

નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન પદે આરુઢ થયા પછી દેશના જાહેર ક્ષેત્રની કંપનીઓમાંથી સરકાર લગાતાર તેનો હિસ્સો ઘટાડી રહી છે, ખાસ તો ખાનગીકરણની રાહને વધુ પ્રોત્સાહન મળ્યું તેમાં બેમત નથી, અથવા તો ડિસઇન્વેસ્ટમેન્ટ એનએ નહીં તો બીમાર ખોટ કરતી કંપનીઓને બંધ કરવા અથવા વેચી મારવાના નિર્ણયો મોદી સરકાર ધડાધડ કરી રહી હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે હવે વધુ એક આવી સરકારી કંપનીને મોદી સરકારે બંધ કરવાનો નિણર્ય લીધો છે. 

હાથવણાટની પ્રોડક્ટને એક્સપોર્ટ કરે છે આ કંપની 

મહત્વનું છે કે આ કંપનીનું નામ હેન્ડીક્રાફ્ટ્સ એન્ડ હેન્ડલૂમ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ HHEC છે જે 1958માં સ્થાપવામાં આવી હતી અને આનો મુખ્ય હેતુ ભારતીય હસ્તશિલ્પ, હાથવણાટ, ભારતીય  સજાવટ, ભારતીય ઉપહાર અને ચામડાની સજાવટ જેવી પ્રોડક્ટ્સને દુનિયાના બજારો સુધી પહોંચાડવાનો હતું.

નોંધનીય છે કે આ કંપની HHEC, ભારત સરકારના કાપડ મંત્રાલયના આધીન એક કંપની છે, જે મુખ્યત્વે હેન્ડિક્રાફ્ટ્સ અને હેન્ડલૂમ્સના પ્રોડક્ટ્સ સાથે જોડાયેલી છે અને તેને એક્સપોર્ટ કરવાનું કામ કરે છે. સરકારનું માનવું છે કે આ કંપનીને બંધ કરવાથી તેના ખજાનામાં બચત થશે અને આનાથી બીમાર CPSE પર પગાર ભથ્થાંના ખર્ચમાં બચત થશે. નોંધનીય છે કે આ એક એવી કંપની છે કે જે હાલમાં કામ નહોતી કરી રહી અને તેનાથી કોઈ આવક પણ થઇ રહી નહોતી. 

કંપનીને ફરીથી ઊભી કરી શકાય તેમ નહોતી : સરકાર 

આ કંપનીમાં એક માહિતી અનુસાર હાલમાં 59 સ્થાયી કર્મચારીઓ અને 6 મેનેજમેન્ટ ટ્રેનીઓ છે, નોંધનીય છે કે આ દરેક કર્મચારીઓને સાર્વજનિક ઉદ્યમ વિભાગ દ્વારા માન્યતા પ્રાપ્ત માપદંડોના અનુસાર સ્વૈચ્છિક નિવૃત્તિ યોજનાનો લાભ મેળવવાની તક આપવામાં આવશે. મહત્વનું છે કે આ કંપની 2015-16થી લગાતાર ખોટ કરી રહી હતી અને તેના સંચાલન ખર્ચાઓને પૂરા કરી શકે તેટલી કમાણી પણ નહોતી કરી શકતી, માટે તેને ઉભું કરી શકાય તેમ પણ નહોતી, એટલે બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો, એવું સરકારે કહ્યું હતું. 

સંકળાયેલા મુદ્દાઓ

CPSE HHEC PSU Company business modi government મોદી સરકાર Closed

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ