બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / અજબ ગજબ / govt spent rs 1.40 lakh crore on natural disasters in 3 years revealed in parliament

સંસદ / સરકારી ખજાના પર પણ કુદરતી આફતોનો કહેર, છેલ્લા ત્રણ વર્ષના ખર્ચનો આંકડો જાણી ઉંધ ઉડી જશે

Vaidehi

Last Updated: 07:32 PM, 16 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે સંસદમાં જણાવ્યું કે ગંભીર પ્રાકૃતિક આફતોનાં મામલામાં નક્કી થયેલ પ્રક્રિયા અનુસાર નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ NDRFથી વધારે નાણાકીય સહાયતા પ્રદાન કરવામાં આવે છે.

  • ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કુદરતી આફતોને લઇને આપી માહિતી
  • છેલ્લા ત્રણ વર્ષોમાં કેન્દ્ર અને રાજ્યે કરોડો રૂપિયાનો કર્યો છે ખર્ચ
  • રાહત તેમજ બચાવ કાર્ય માટે 140478.16 કરોડ રૂપિયાનો ખર્ચ 

દેશમાં દરવર્ષે આવતી પ્રાકૃતિક આપત્તીઓ સરકારી ખજાનાઓ પર ભારી પડી રહી છે. છેલ્લા ત્રણ વર્ષોમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારોએ રાહત તેમજ બચાવ કાર્ય માટે 140478.16 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો છે. મધ્યપ્રદેશમાં કેન્દ્ર તેમજ રાજ્ય બંનેનો આપત્તી ખર્ચ મળાવીને લગભગ 127112.73 કરોડ રૂપિયા ખર્ચાયા છે.

આ રાજ્યોએ કર્યો છે કરોડોમાં ખર્ચો
મહારાષ્ટ્રની વાત કરીએ તો કુદરતી આફતો પાછળ મહારાષ્ટ્ર સરકારે 21849.96 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે જ્યારે પશ્ચિમ બંગાળમાં 8600.54 કરોડ રૂપિયા જ્યારે રાજસ્થાનમાં 9892.84 કરોડ રૂપિયા, ઓડિશામાં 11743.9 કરોડ રૂપિયાનો તો ઉત્તરપ્રદેશમાં 3 વર્ષ દરમિયાન 8886.9 કરોડનો ખર્ચ થયો છે.

રાષ્ટ્રીય આપત્તી પ્રબંધન નીતિ અનુસાર જમીની સ્તર પર પ્રભાવિત લોકોને રાહતનાં વિતરણ સહિત, આપત્તી પ્રબંધનની પ્રાથમિક જવાબદારી સંબંધિત રાજ્ય સરકારની હોય છે. રાજ્ય સરકારો ભારત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા માપદંડો અનુસાર  SDRFથી પૂર જેવી પ્રાકૃતિક આપતીઓ સામે રાહતનાં પગલાં લે છે.

NDRF પણ નાણાકીય મદદ આપે છે
ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે સંસદમાં જણાવ્યું કે ગંભીર કુદરતી આફતોનાં મામલામાં નિર્ધારિત પ્રક્રિયા અનુસાર NDRFથી પણ વધુ નાણાકીય મદદ પ્રદાન કરવામાં આવે છે. રાજ્યોને SDRFની ફાળવણી ભારતીય બંધારણનાં અનુચ્છેદ 280 અંતર્ગત સમયે-સમયે રચાયેલ  નાણાપંચોની ભલામણ પર આધારિત રહે છે.

ટીમોએ 1915 લોકોને બચાવ્યાં છે

આ વર્ષે દક્ષિણી-પશ્ચિમી મોનસૂન એક એપ્રિલથી 31 ઑક્ટોબર દરમિયાન રાષ્ટ્રીય આપત્તી વિમોચન બળની ટીમો પૂર, વરસાદ અને વાદળ ફાટવા જેવી આપત્તીઓમાં અસમ, આંધ્રપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, ગુજરાત, હિમાચલ, છત્તીસગઢ, ઝારખંડ, કેરળ, બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા વગેરેમાં તૈનાત છે. આપત્તીમાં આ ટીમોએ 1915 લોકોને બચાવ્યાં છે જ્યારે 35498 લોકોને સુરક્ષિત બહાર નિકાળ્યાં છે. આ સાથે જ 1061 પ્રાણીઓને પણ પ્રાકૃતીક પ્રકોપોથી બચાવ્યાં છે.

2022માં કુદરતી આફતથી 1784 લોકોનું મોત
2020-21માં કેન્દ્ર અને રાજ્યોએ NDRFને 23186.40 કરોડ આપ્યાં હતાં જ્યારે 2021-22 માટે પણ આ રાશીનો ગ્રાફ 23186.40 કરોડ જ છે. 2021-22 દરમિયાન તમામ આપત્તીઓમાં બચાવ કાર્ય માટે 34129.91 કરોડની રાશી ફાળવવામાં આવી છે. 2022માં પાંચ ડિસેમ્બર સુધી કુદરતી આફતોમાં 1784 લોકોનું મોત થયું છે. 26401 પશુઓનું મોત થયું છે તો 327479 મકાન/ ઝોપડીઓનો વિનાશ થયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ