બ્રેકિંગ ન્યુઝ
VTV / Government to provide 5 kg free food grains to poor for May
ADVERTISEMENT
નેશનલ ફૂડ સિક્યુરીટી એક્ટ હેઠળ લગભગ 80 કરોડ ગરીબોને બે મહિનાનું મફત અનાજ મળશે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ દરેક લાભાર્થી પરિવારને માથાદીઠ બે મહિના સુધી 5 કિલો અનાજ મફતમાં મળશે.
ADVERTISEMENT
સરકારે જણાવ્યું છે કે ગયા વર્ષની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના જેમ જ આ વખતે પણ ગરીબોને અનાજ મળશે. આ માટે સરકારને 26,000 કરોડનો ખર્ચ થશે.
.jpg)
ADVERTISEMENT
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ કેન્દ્ર સરકાર નેશનલ ફૂડ સિક્યુરીટી એક્ટ હેઠળ સમાવિષ્ટ લોકોને પરિવાર દીઠ પાંચ કિલો ચોખા અથવા ઘઉ અને 1 કિલો દાળ પુરી પાડે છે.
ભારતમાં કોરોનાનો કહેર યથાવત છે. સતત બીજા દિવસે 3 લાખથી વધારે અને અત્યાર સુધીના સૌથી વધારે નવા કેસ મળી આવ્યા છે. વર્લ્ડોમીટર મુજબ ગુરુવારે 12 વાગ્યા સુધીમાં 24 કલાકમાં ભારતમાં 332, 503 નવા કોરોનાના સંક્રમિત મળ્યા. આ દરમિયાન 2256 કોરોના દર્દીના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના મામલાઓએ દુનિયાભરનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.
ADVERTISEMENT
.jpg)
એક્ટિવ કેસની સંખ્યા 24,21,970 પર પહોંચી ગઈ
ADVERTISEMENT
મહામારીની શરુઆતથી લઈને અત્યાર સુધી એક દિવસમાં આવતા કેસનો વૈશ્વિક રેકોર્ડ ભારતમાં 3.14 લાખ સાથે બુધવારે નોંધાયો હતો. સતત 7 દિવસથી દરરોજ કોરોનાના દર્દીના મોતની સંખ્યાએ પણ રેકોર્ડ તોડી રહી છે. મરનારાની કુલ સંખ્યા 1,86,927 થઈ ગઈ છે. કોરોનાના કુલ સંખ્યા વધીને 1,62,57,164 થઈ ગઈ છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 24,21,970 પર પહોંચી ગઈ છે. આ કુલ સંક્રમિતોની સંખ્યા 14.9 ટકા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.