Government of India announces excise duty reduction on petrol and diesel.
મોટી જાહેરાત /
દિવાળી સુધરી : સરકારે એક ઝાટકે પેટ્રોલમાં 5 અને ડીઝલમાં 10 રૂપિયાનો કર્યો ઘટાડો, એક્સાઈઝ ડ્યુટી ઘટી
Team VTV08:18 PM, 03 Nov 21
| Updated: 08:41 PM, 03 Nov 21
દિવાળીના તહેવારોમાં સામાન્ય જનતાને એક મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય લીધો છે.
પેટ્રોલ અને ડીઝલમા ભાવમાં ઘટાડો
પેટ્રોલમાં 5 રૂપિયાનો ઘટાડો
ડીઝલમાં 10 રૂપિયા ઘટાડો
કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં કર્યો ઘટાડો
આવતીકાલથી નવો ભાવ થશે લાગુ
કેન્દ્ર સરકારે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં 5 રુપિયા અને ડીઝલની એક્સાઈઝ ડ્યુટીમાં 10 રુપિયાનો ઘટાડાનો નિર્ણય લેવાયો છે.
On eve of #Diwali, Government of India announces excise duty reduction on petrol and diesel. Excise duty on Petrol and Diesel to be reduced by Rs 5 and Rs 10 respectively from tomorrow pic.twitter.com/peYP1fA4gO
ઉલ્લેખનીય છે કે ભારતના મોટા ભાગના શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર થઈ ગયો છે અને લગભગ રોજ 35 પૈસા મોંઘુ થઈ રહ્યું છે. 4 ઓક્ટોબર 2021થી 25 ઓક્ટોબર સુધી પેટ્રોલની એવરેજ કિંમત 8 રૂપિયા વધ્યું છે. પેટ્રોલ અને ડીઝલની મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકોને એક મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં મોટો ઘટાડો કરતા પેટ્રોલમાં 5 રુપિયા અને ડીઝલમાં 10 રુપિયા સસ્તું થયું છે.
ગુરુવારથી નવા ભાવ અમલી બનશે
દિવાળીની પૂર્વસંધ્યાએ ભારત સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડાની જાહેરાત કરી છે. પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ગુરુવારથી ક્રમશ 5 રુપિયા અને 10 રુપિયા ઘટી જશે. પેટ્રોલની તુલનામાં ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો બમણો હશે. ડીઝલના 10 રુપિયાના ઘટાડાને કારણે આગામી રવિ સિઝનમાં ખેડૂતોને મોટો ફાયદો થશે.