બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Politics / Government employees will not be able to engage in any political activity, the Election Commission announced in a circular

Loksabha Election 2024 / ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓ માટે એડવાઇઝરી જાહેર, ચૂંટણીમાં આ કામ કર્યા તો કાર્યવાહી પાક્કી

Vishal Dave

Last Updated: 06:15 PM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકીય પક્ષના પ્રચાર માં સરકારી કર્મચારી જોડાઈ શકશે નહી . મતદાન બાદ મત આપવા સંદર્ભે જાહેર ટિપ્પણી પણ કરી શકશે નહી.

આગામી લોકસભા ચૂંટણીને લઇને ચૂંટણીપંચ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.. આ સાથે ચૂંટણીપંચ ચૂંટણીની નિષ્પક્ષતા જળવાઇ રહે તે માટે એકશનમાં છે. 

સરકારી કર્મચારીઓને લઇને પરિપત્ર 

લોકસભા ચૂંટણી ને લઈ સરકારી કર્મચારીઓ માટે સૂચના  જાહેર કરાઇ છે.. કોઇપણ સરકારી કર્મચારી રાજકીય પ્રવૃત્તિ સાથે જોડાઈ શકશે નહી. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. રાજકીય પક્ષના પ્રચાર માં સરકારી કર્મચારી જોડાઈ શકશે નહી . મતદાન બાદ મત આપવા સંદર્ભે જાહેર ટિપ્પણી પણ કરી શકશે નહી. એટલું નહીં સરકારી કર્મચારી પોતાના વાહન પર  રાજકીય સ્ટીકર લગાવી શકશે નહી અને ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવાર માટે કાર્ય કરી શકશે નહીં.. સામાન્ય વહિવટ વિભાગ દ્વારા આ અંગે વિસ્તૃત પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. 

 

સરકારી અને ખાનગી મિલકતો પરથી રાજકીય જાહેરાતો હટાવાઇ 

મહત્વપૂર્ણ છે કે આવનારી લોકસભા ચૂંટણીને લઇને ચૂંટણી પંચ એકશનમાં આવી ગયું છે. રાજ્યમાં સરકારી મિલકતો પરથી 1.60 લાખ જાહેરાત દૂર કરાઈ છે. ખાનગી મિલકતો પરથી 58 હજાર જાહેરાત દૂર કરાઈ છે. ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા રૂપિયા 1.16 કરોડની રોકડ જપ્ત કરાઈ છે, 11.44 કરોડની કિંમતના સોના-ચાંદી પકડાયુ છે.. અત્યાર સુધી કુલ 42.62 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ  પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્યો કટાક્ષ, સલાહ આપનારાઓને લઇ કહી આ મોટી વાત

ફરીયાદોનો નિકાલ 

ચૂંટણી ફરિયાદોના ઝડપી નિકાલ માટે કંટ્રોલ રૂમ કાર્યરત છે, અત્યાર સુધી 4 હજારથી વધુ ફરિયાદો મળી છે.  કંટ્રોલ રૂમ, NGPS, ટપાલ, સિ-વિજીલ અને ઈ-મેઈલથી ફરિયાદો મળી છે. નેશનલ ગ્રીવન્સ સર્વિસ પોર્ટલ મતદાર ઓળખ પત્ર અંગે 2459 ફરિયાદો મળી છે. મતદાર યાદી સંદર્ભે 249 ફરિયાદો મળી છે. મતદાર કાપલીની 49 ફરિયાદો મળી છે જ્યારે રાજકીય પક્ષો દ્વારા આચાર સંહિતા ભંગની 2 ફરીયાદ મળી છે.  આ ઉપરાંત પક્ષોના ચિહ્ન અને વાહનો પર સ્ટીકર લગાવવા અંગેની ફરીયાદ મળી છે. બન્ને ફરિયાદો ભાજપ તરફથી કરવામાં આવી છે. સરળતાથી દૂર કરી શકાય તેવા સ્ટીકર તથા ઝંડા લગાવી શકાય છે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ