બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / Google Pixel 11ના લિક્સ આવ્યા સામે! 100X ઝુમ કેમેરા અને દમદાર ફીચર્સ સાથે મચાવશે ધુમ

ટેક / Google Pixel 11ના લિક્સ આવ્યા સામે! 100X ઝુમ કેમેરા અને દમદાર ફીચર્સ સાથે મચાવશે ધુમ

Nirav Kumar

Last Updated: 04:12 AM, 23 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૂગલનો Pixel 11 લોન્ચ થાય તે પહેલાં જ તેના કેમેરા, ડિઝાઇન, કિંમત અને સ્પેશીફીકેશન વિશે મુખ્ય ડીટેલ લીક થઈ છે. ચાલો આ લિક્સ અનુસાર તેની ડીટેલ વિષે જાણીએ.

ગૂગલનો આગામી ફ્લેગશિપ સ્માર્ટફોન, પિક્સેલ 11 લોન્ચ થાય તે પહેલાં જ ધ્યાન ખેંચી રહ્યોછે. તાજેતરના લીક્સમાં તેના કેમેરા, ડિઝાઇન, કિંમત અને સ્પેશીફીકેશન વિશે મુખ્ય ડીટેલ જાહેર થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે પિક્સેલ સીરીઝમાં એક નહીં પરંતુ ચાર મોડેલ સામેલ થઇ શકે છે. જો આ લીક્સ સચોટ સાબિત થાય તો પિક્સેલ 11 પ્રીમિયમ સ્માર્ટફોન સેગમેન્ટમાં એક મોટો ગેમ-ચેન્જર બની શકે છે.

  • કેમેરા અપગ્રેડ
    લીક્સ અનુસાર, ગૂગલ પિક્સેલ 11  માં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ હોઈ શકે છે. જેમાં આ વખતે મોટો સુધારો કરવામાં આવ્યો છે. આ ફોન 100X ઝૂમને સપોર્ટ કરી શકે છે જે તેની ફોટોગ્રાફી ક્ષમતાઓને આગળ વધારી શકે છે. આ સિવાય સિનેમેટિક બ્લર ફીચરમાં સુધારો થઈ શકે છે. જેનાથી વીડિયો ક્વોલિટી પ્રોફેશનલ લેવલની દેખાય છે. આ ફોનમાં બે 48MP કેમેરા સેન્સર હોઈ શકે છે. જે ઓછા પ્રકાશમાં પરર્ફોમન્સ અને ડીટેલમાં સુધારો કરશે. 4K વીડિયો  રેકોર્ડિંગ સપોર્ટ પણ આવી શકે છે.
vtv app promotion
  • ડિઝાઇનમાં થોડો ફેરફાર
    ગૂગલ કોઈ મોટા ડિઝાઇન ફેરફારોની યોજના બનાવી રહ્યું હોય તેવું લાગતું નથી. પરંતુ ફોનમાં સ્લિમ બેઝલ્સ અને સ્લિમ બોડી હોવાની અપેક્ષા છે. તેનાથી ફોન વધુ પ્રીમિયમ અને આધુનિક દેખાઈ શકે છે. નવા કલર ઓપ્શનમાં પણ રજૂ કરવામાં આવી શકે છે.
  • સ્પેશીફીકેશન અને ડિસ્પ્લે
    પિક્સેલ 11 માં ગૂગલનું નવું ટેન્સર G6 પ્રોસેસર હોવાની શક્યતા છે. જે પરર્ફોમન્સ અને AI ફીચર્સમાં સુધારો કરશે. તેમાં 120Hz રિફ્રેશ રેટ અને 3000 નિટ્સ સુધીની બ્રાઇટનેસ સાથે 6.3-ઇંચનું OLED ડિસ્પ્લે હોવાની શક્યતા છે. જ્યારે બીજા સ્પેશીફીકેશન હજુ સુધી સંપૂર્ણ રીતે જાહેર કરવામાં આવ્યા નથી. ત્યારે વધુ માહિતી લોન્ચ થવાની શક્યતા છે.


વધુ વાંચો : ઇન્ટરનેટ વગર પણ થઇ શકશે UPI પેમેન્ટ! આ ફીચર વિષે જાણી લેશો તો નહીં અટકે પૈસા

  • ભારતમાં કિંમત અને લોન્ચ ટાઈમલાઈન
    લીક્સ મુજબ, ગૂગલ પિક્સેલ 11 ભારતમાં લગભગ 80,000 થી 85,000 રૂપિયાથી શરૂ થઈ શકે છે. આ કિંમત 8GB RAM અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે છે. જો ગૂગલ તેની જૂની પેટર્નને અનુસરે છે તો આ ફોન ઓગસ્ટ 2026 માં લોન્ચ થઈ શકે છે. એવી શક્યતા છે કે આ ડિવાઈઝ 17 ઓગસ્ટ અને 25 ઓગસ્ટ વચ્ચે ગ્લોબલ અને ભારતીય માર્કેટમાં આવશે. જો આવું થાય તો Pixel 11 પ્રીમિયમ સ્માર્ટફોન સેગમેન્ટને પડકાર આપવા માટે તૈયાર હશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Google Pixel Pixel 11 Revealed Details
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ