ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / gold silver price decreased on 1 june

તમારા કામનું / મહિનાની શરૂઆતમાં જ સોના ચાંદીના ભાવમાં કડાકો, આજે જ કરો ખરીદી, જાણો આજનો લેટેસ્ટ ભાવ

Published By: Khyati

Last Updated: 01:51 PM, 1 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હજી જો લગ્ન માટે તમારે સોના ચાંદીની ખરીદી બાકી હોય તો આજે જ કરી લો ખરીદી, આજે પણ સોના ચાંદીના ભાવમાં નોંધાયો છે ઘટાડો

ADVERTISEMENT

  • સોના-ચાંદી ખરીદનાર માટે સોનાનો અવસર
  • સોના-ચાંદીના ભાવમાં થયો ઘટાડો
  • આજે જ કરો સોના ચાંદીની ખરીદી 

ભારતીય બુલિયન માર્કેટે સોનાચાંદીનો આજનો ભાવ જાહેર કરી દીધો છે. સોના ચાંદી જો તમારે ખરીદવાની બાકી હોય તો આજે સારો મોકો છે. કારણ કે આજે સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 999 પ્યોરિટી વાળા 10 ગ્રામ સોનાનો ભાવ 50 હજાર 702 રૂપિયા નોંધાયો છે જ્યારે 999 પ્યોરિટી વાળી એક કિલો ચાંદીની કિંમત 60 હજાર 765 રૂપિયા સુધી પહોંચી ગઇ છે.

સોના-ચાંદીના ભાવમાં ઘટાડો 

મહત્વનું છે કે સોના ચાંદીના ભાવ દિવસમાં બે વખત જાહેર કરવામાં આવે છે. એક સવારે અને સાંજે. 995 શુદ્ધતા ધરાવતા સોનાની કિંમત 50499 રૂપિયા છે જ્યારે 916 શુદ્ધતા ધરાવતા સોનાની કિંમત આજે ઘટીને 46, 443 રૂપિયા થઇ છે. 750 શુદ્ધતા ધરવતા સોનાની કિંમત 38027 જ્યારે 585 શુદ્ધતા ધરાવતા સોનાની કિંમત 29,661 રૂપિયા નોંધાઇ છે.  આ ઉપરાંત 999 શુદ્ધતા ધરાવતી ચાંદીના ભાવ 60હજાર 765રૂપિયા નોંધાયો છે. 

કેટલું સસ્તું થયું સોનું અને ચાંદી ?

સોના અને ચાંદીના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. આજે 999 શુદ્ધતાનું સોનું ગત દિવસની સરખામણીમાં 423 રૂપિયા સસ્તું થયું છે. 995 શુદ્ધતાનું સોનું આજે 421 રૂપિયા સસ્તું થયું છે જ્યારે 916 શુદ્ધતાનું સોનું આજે 388 રૂપિયા સસ્તું થયું છે. આ સિવાય 750 શુદ્ધતાના સોનાની કિંમતમાં આજે 317 રૂપિયાનો ઘટાડો થયો છે. તે જ સમયે, 585 શુદ્ધતાનું સોનું આજે 247 રૂપિયા સસ્તું થયું છે. 999 શુદ્ધતાની એક કિલો ચાંદીની વાત કરીએ તો આજે તેમાં મોટો ઘટાડો નોંધાયો છે. આજે ચાંદીમાં 556 રૂપિયાનો ઘટાડો થયો છે.

આ રીતે થાય છે સોનાની શુદ્ધતાની ઓળખ 

દાગીનાની શુદ્ધતા માપવાની એક રીત છે. આમાં, હોલમાર્ક સંબંધિત ઘણા પ્રકારના નિશાન જોવા મળે છે, આ નિશાનો દ્વારા ઘરેણાંની શુદ્ધતા ઓળખી શકાય છે. તેમાંથી, એક કેરેટથી 24 કેરેટ સુધીનો સ્કેલ છે.

  • જો 22 કેરેટની જ્વેલરી હશે તો તેમાં 916 લખવામાં આવશે.
  • 21 કેરેટ જ્વેલરી પર 875 લખેલું હશે.
  • 18 કેરેટની જ્વેલરી પર 750 લખેલું છે.
  • જો 14 કેરેટની જ્વેલરી હશે તો તેમાં 585 લખવામાં આવશે.

સોમવારે જોવા મળ્યો ભાવ વધારો 

સોનાની કિંમતોમાં સોમવારે થોડો ભાવ વધારો નોંધાયો હતો. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવ 75 રૂપિયાનાં વધારા સાથે 51,052 રૂપિયા પર પહોંચી ગયો હતો. ગત કારોબારી દિવસે સોનાની કિંમત 50,977 રૂપિયા હતી. 

ચાંદીનાં ભાવમાં પણ સોમવારે વધારો નોંધાયો હતો અને પ્રતિ કિલો 120 રૂપિયાનાં વધારા સાથે ચાંદીનો ભાવ 62,143 રૂપિયા પર પહોંચી ગયો હતો. ગત કારોબારી દિવસ પર ચાંદીની કિંમત 62,023 રૂપિયા પ્રતિ કિલો નોંધાઈ હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Gold silver ભાવમાં ઘટાડો સોના ચાંદીનો ભાવ business

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ