બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / બિઝનેસ / ભારત / gold price decreased by 1500 rupees in last 15 days, inflation in America can be the reason

માર્કેટ / સોના બજારમાં ભારે ઉથલ પાથલ, 5 ઈફેક્ટ આવતા 1500 રૂપિયા સસ્તું થઈ ગયું ગોલ્ડ, જાણો લેટેસ્ટ રેટ

Vaidehi

Last Updated: 06:54 PM, 19 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2 જાન્યુઆરીનાં સોનાની કિંમત વધીને 63602 રૂપિયા / 10 ગ્રામ પર પહોંચી હતી. જે ગઈકાલે ઘટીને 61982 રૂપિયા/ પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું.

  • એક અઠવાડિયામાં સોનાનાં ભાવમાં સતત ઘટાડો 
  • 2 જાન્યુઆરીનાં રોજ ભાવ ઓલ ટાઈમ હાઈ પર હતો
  • આજે 1500 રૂપિયાનાં ઘટાડા બાદ આંક 62,207 રૂપિયા/10 ગ્રામ પહોંચ્યો

સોનાની કિંમતમાં છેલ્લાં એક અઠવાડિયામાં ઘણી ઉથલ-પાથલ જોવા મળી છે. વર્ષની શરૂઆતમાં 2 જાન્યુઆરીનાં રોજ સોનું 63602 રૂપિયા / 10 ગ્રામ પર ચાલી રહ્યું હતું. આ દિવસે તે રેકોર્ડ હાઈ પર પહોંચી ગયું હતું. જો કે આ બાદ સતત સોનાનાં ભાવમાં ઘટાડો નોંધાયો. ગઈકાલે આ સોનાનો ભાવ ઘટીને 61982 રૂપિયા/ પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો. જાન્યુઆરી મહિના દરમિયાન સોનાની કિંમતમાં 1500 રૂપિયાથી વધારેનો ઘટાડો જોવા મળ્યો છે. 

63602 રૂપિયાનાં રેકોર્ડ હાઈ પર પહોંચ્યો હતો ભાવ
ઉપરોક્ત જણાવ્યાં અનુસાર 2 જાન્યુઆરીનાં રોજ સોનાનો ભાવ રેકોર્ડ હાઈ પર પહોંચ્યો હતો. ibjarates.com દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર 19 જાન્યુઆરીની સવારે સોનાનાં ભાવમાં ફરી તેજી આવી અને ભાવ 62,207 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો. જો ગઈકાલ સુધીનાં આંકડાને ધ્યાનમાં લઈએ તો સોનાનાં ભાવમાં 1620 રૂપિયા ઘટાડો થયો હતો. આવનારા સમયમાં હજુ પણ વધારે ઘટાડો આવે તેની સંભાવના છે.

ભાવ ઘટવા પાછળ કારણ શું?
અમેરિકામાં ડિસેમ્બરમાં મોંઘવારી વધી અને ઘટી પણ ખરી. તેના લીધે વ્યાજદરો ઘટવાની સંભાવના 80%થી ઘટીને 60% થઈ ગઈ. અમેરિકામાં મોંઘારી વધવું અને બેરોજગારી ઘટવી- મુખ્ય કારણ હોઈ શકે છે. તેની અસર સોનાની કિંમત પર જોવા મળે છે. વ્યાજદરોમાં ઘટાડો શરૂ થવા સુધી ડોલર  મજબૂત રહેશે. ડોલર જેટલો મોંઘો સોનાની કિંમત પર તેની એટલી જ અસર જોવા મળશે. જાણકારો અનુસાર જ્યાં સુધી RBI તરફથી વ્યાજદરોમાં ઘટાડો નહીં કરવામાં આવે ત્યાં સુધી સોનાનાં રેટમાં ઘટાડો આવતો રહેશે.

ડિમાંડમાં ઘટાડો
વર્ષ 2024ની શરૂઆતમાં સોનાની કિંમત વધીને ઓલટાઈમ હાઈ પર પહોંચી. કિંમત વધવાને લીધે સોનાની માંગમાં ઘટાડો થયો. છેલ્લાં થોડા દિવસોમાં આવેલી રિપોર્ટ અનુસાર લગ્નની સીઝન હોવા છતાં પણ માંગમાં ઘટાડો જોવા મળ્યો. માંગમાં ઘટાડો થવાથી સોના પર દબાણ વધ્યું અને કિંમત ઘટી.

વધુ વાંચો: 16 વર્ષથી નાના વિદ્યાર્થીઓ કોચિંગમાં નહીં જઈ શકે, નહીંતર 1 લાખનો દંડ, કેન્દ્રનો મોટો નિર્ણય

ડોલર ઈંડેક્સમાં તેજી
છેલ્લાં એક મહિના દરમિયાન ડોલર ઈંડેક્સ 1.44%ની તેજી જોવા મળી અને આંક 103.3 પર પહોંચી ગયો. તેની અસર એ થઈ કે ઓછા ડોલર્સમાં સોનું મળવા લાગ્યું. US ડોલરની મજબૂતીથી અન્ય મુદ્રાઓમાં મળતું સોનું સસ્તું થઈ જાય છે. તેથી ડોલરમાં રોકાણ કરવાથી રોકાણકારોને વધુ રિટર્ન મળે છે અને સોનાની માંગ ઘટી જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ