બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

VTV / ભારત / Coaching centres cannot enrol students below 16 years of age, make misleading promises, says Govt

શૈક્ષણિક / BIG NEWS : 16 વર્ષથી નાના વિદ્યાર્થીઓ કોચિંગમાં નહીં જઈ શકે, નહીંતર 1 લાખનો દંડ, કેન્દ્રનો મોટો નિર્ણય

Hiralal

Last Updated: 10:38 PM, 18 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લેતા 16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓના કોચિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. કોચિંગ સંસ્થાએ આ આદેશનું કડકાઈથી પાલન કરવું પડશે નહીંતર દંડ થશે.

  • કોચિંગ સેન્ટરો પર કેન્દ્રની કડક પાબંધી
  • 16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓના કોચિંગ પર પ્રતિબંધ 
  • પ્રતિબંધ ભંગના કિસ્સામાં 1 લાખનો દંડ અને રજિસ્ટ્રેશન પણ રદ

ગુરુવારે મોટો નિર્ણય લેતા કેન્દ્ર સરકારે કોચિંગ સેન્ટરો પર કડક કાર્યવાહી કરી છે. સરકારે શૈક્ષણિક સંસ્થાઓ માટે ગાઈડલાઈન્સ બહાર પાડીને 16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓના કોચિંગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. સરકારે કહ્યું છે કે આ આદેશોનું ઉલ્લંઘન કરનારાઓ પર એક લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓની આત્મહત્યાની ઘટનાઓ બાદ સરકારે કોચિંગ સેન્ટરો પર કડક કાર્યવાહી કરી છે. દેશના શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા અનુસાર, કોચિંગ સંસ્થાઓ સારા ગુણ અથવા રેન્કની બાંયધરી જેવી ગેરમાર્ગે દોરનારા વચનો આપીને 16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં આપી શકે

સરકારે કેમ લીધો નિર્ણય 
વિદ્યાર્થીઓની આત્મહત્યાના વધતા જતા કિસ્સાઓ, આગની ઘટનાઓ, કોચિંગ સંસ્થાઓમાં સુવિધાઓનો અભાવ તેમજ તેમના દ્વારા અપનાવવામાં આવેલી શિક્ષણ પદ્ધતિઓ અંગે સરકારને મળેલી ફરિયાદોને પગલે મંત્રાલય દ્વારા આ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. "કોઈ પણ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ સ્નાતકથી ઓછી લાયકાત ધરાવતા શિક્ષકોની નિમણૂક કરશે નહીં. કોચિંગ સંસ્થાઓ વિદ્યાર્થીઓની નોંધણી માટે માતાપિતાને ખોટા વચનો અથવા રેન્ક અથવા સારા ગુણની બાંયધરી નહીં આપી શકે માધ્યમિક શાળાની પરીક્ષા પછી જ વિદ્યાર્થીઓને કોચિંગ સંસ્થામાં પ્રવેશ આપવો જોઈએ. 

અધવચ્ચેથી અભ્યાસક્રમ છોડવા પર ફી પરત 
ગાઈડલાઈન્સ અનુસાર, વિવિધ અભ્યાસક્રમોની ફી પારદર્શક અને વાજબી હોવી જોઈએ, અને લેવામાં આવતી ફીની રસીદો આપવી પડશે. જો વિદ્યાર્થી અધવચ્ચેથી જ અભ્યાસક્રમ છોડી દે તો બાકીના સમયગાળાની ફી પરત કરવી પડશે. 

ભંગ કરનારાને કેટલો દંડ 
સરકારે સ્પસ્ટ જણાવ્યું છે કે જે પણ કોચિંગ સંસ્થાઓ ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરે તેને એક લાખ રૂપિયા સુધીનો દંડ થશે તેમજ વધુ ફી વસૂલવા બદલ રજિસ્ટ્રેશન પણ રદ થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ