બ્રેકિંગ ન્યુઝ
Pravin
Last Updated: 12:39 PM, 21 September 2022
ADVERTISEMENT
કોરોના કાળમાં એક સારી એ જરુરથી થઈ કે, તમામ મોટી કંપનીઓ હવે વર્ક ફ્રોમ હોમના વિકલ્પને ગંભીરતાથી લઈ રહી છે. જેવી રીતે કોરોના કાળમા ઘરેથી કામ કરવા દરમિયાન કર્મચારીઓની કાર્યક્ષમતા વધી છે અને કંપનીનો વ્યય ઓછો થયો છે, ત્યાર બાદ કંપનીઓ હવે આ વિકલ્પને લાંબા સમય સુધી અપનાવવા જઈ રહી છે. આ દિશામાં એક મોટી એમએનસી ભારતે 9000 કર્મચારીઓને નોકરી આપવા જઈ રહી છે. જે કોઈ પણ જગ્યાએ કામ કરી શકે, તેમને ઓફિસે આવવાની જરુર નથી.
ADVERTISEMENT
9000 કર્મચારીઓની ભરતી
કંપની ટિયર 2, ટિયર 3 શહેરોમાં રહી રહેલા પ્રતિભાશાળી કર્મચારીઓને પોતાની સાથે જોડવા જઈ રહી છે. ગ્લોબલ કસ્ટમર સર્વિસ સોફ્ટવેર એન્ડ સર્વિસિઝ કંપનીએ મંગળવારે 9000 કર્મચારીઓના હાયરિંગનું એલાન કર્યું છે. આ કર્મચારીઓને વર્ક ફ્રોમ એનીવ્હેયર એટલે કે કોઈ પણ જગ્યાએ કામ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. કંપની તરફથી કહેવાયુ છે કે, અમે આ કર્મચારીઓને ફોન અને ચેટ દ્વારા હાયર કરી રહ્યા છીએ, જેથી આંતરરાષ્ટ્રીય ક્લાઈંટને સારુ સુવિધાઓ આવી શકીએ. નાણાકીય વર્ષ 2023માં અને 9000 નવા કર્મચારીઓને હાયર કરીશું.
ભારત પાસે જબરદસ્ત ટેલેન્ટ પૂલ
મિંટની રિપોર્ટ અનુસાર, ઈંડિયા એન્ડ અમેરિકાસની એસવીપી એન્ડ એચઆરડી હેડ નીના નાયરે કહ્યું કે, ભારતે પાસે ખૂબ જ સારુ અને સંગઠિત ટેલેન્ટ પૂલ છે. જો આ ક્ષેત્રમાં અગ્રણી છે. છેલ્લા કેટલાય વર્ષમાં આ પ્રતિભા દેશમાં ઝડપથી વધી રહી છે. અમે આ પ્રતિભાશાળી લોકોમાં રોકાણ કરીને લાંબ સમય સુધી નવ યુવાનોને ઘડવાનું કામ કરીએ છીએ, તેમને લીડર બનાવીએ છીએ. આ જ એક મોટુ કારણ છે કે, અમારી સાથે જોડાયેલા કર્મચારીઓ ઓછામાં ઓછો સંઘર્ષ કરે છે. અમે અમારા કામથી અલગ અલગ પ્રતિભા સાથે જોડાયેલ લોકોને જોડવાનું કામ કરીએ છીએ.
ગત વર્ષે 5000 લોકોની કરી હતી ભરતી
કંપની તરફથી કહેવાયુ છે કે, ગત વર્ષે અમે 5000 લોકોને હાયર કર્યા, બિઝનેસમાં વધતી માગને જોતા અમે જરુરિયાત પુરી કરવા માટે તેમને હાયર કરીએ છીએ. અમારો ટાર્ગેટ પોતાના ગ્રાહકોને વ્યક્તિગત અને સંતોષજનક અનુભવ આપવાનો છે. આવું અમે ત્યારે જ કરી શકીએ કે, આર્ટિફિશિયલ ઈંટેલિજેંસ, વર્ટિકલ એસ્પર્ટીઝને સારી રીતે સમજી શકીએ અને તેને નવુ રૂપ આપી શકીએ. કંપની તરફથી એઆઈ ટેકનિક બિઝનેસ અને સામાન્ય ગ્રાહકોની વચ્ચે લેવડદેવડને વધુ સરળ બનાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.