બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Food and Recipe / Give Twist to Traditional Ghughara And make Dates Ghughara on Diwali 2019

દિવાળી 2019 / પરંપરાગત રવાના ઘૂઘરાને આપો નવો Twist, બનાવી લો ખજૂરના Tasty ઘૂઘરા

Bhushita

Last Updated: 09:59 AM, 20 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતીઓની દિવાળી ઘૂઘરા વગર અધૂરી છે. ઘૂઘરા નામ સાંભળીને જ મોંમાંથી પાણી છૂટી ગયું ને? સામાન્ય રીતે આપણા ત્યાં રવાના ઘૂઘરા બને છે. પરંતુ જો તમે આ એક જ પ્રકારના ઘૂઘરામાં ચેન્જ લાવવા ઈચ્છો છો તો તમે ખજૂરના ઘૂઘરા ટ્રાય કરી શકો છો. હા, રવાના ઘૂઘરા કરતાં આ ખજૂરના ઘૂઘરાની રેસિપી સરળ છે અને તે ઝડપથી બની જાય છે. ટેસ્ટમાં મસ્ત અને હેલ્થને માટે પણ બેસ્ટ છે આ ખજૂરના ઘૂઘરા. તો આ દિવાળીએ બનાવી લો આ ખજૂરના ટ્વિસ્ટ વાળા ઘૂઘરા. મહેમાનો અને પરિવારના સભ્યો પણ થશે ખુશ.

  • દિવાળીએ બનાવો ખજૂરના ઘૂઘરા
  • પરંપરાગત ઘૂઘરાને આપો ટ્વિસ્ટ
  • મહેમાનો થશે ખુશ, હેલ્થ રહેશે સારી

ખજૂરના ઘૂઘરા

પ્રતિકાત્મક ફોટો

સામગ્રી

- 1 કિલો ખજૂર
- 1 કિલો મેંદો
- 200 ગ્રામ માવો 
- 200 ગ્રામ બુરુ ખાંડ
- 1 વાટકી કોપરાનું છીણ 
- ઘી પ્રમાણસર

રીત

સૌપ્રથમ ખજૂર લૂછી ઠળિયાં કાઢી સાફ કરી તેને મિકસરમાં ક્રશ કરવી. મેંદામાં ઘીનું મોણ નાખી કણક બાંધી ભીના કપડામાં ઢાંકી દો. બીજી બાજુ માવો અને કોપરાનું છીણ ઘીમાં સાંતળીને ખજૂરમાં નાખવો. તેમાં દળેલી ખાંડ ભેળવી પૂરણ તૈયાર કરવું. ત્યારબાદ કણક મસળીને પૂરી વણવી. તેમાં પૂરણનું મૂઠિયું વાળીને મૂકવું. પૂરી બેવડી વાળી, ધાર દબાવીને કાંગરી પાડી ઘૂઘરા બનાવવા. આ ઘૂઘરાને ઘીમાં તળો. તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ઘૂઘરા.

સંકળાયેલા મુદ્દાઓ

DIwali 2019 Dates Ghughara Ghughara Recipe Traditional Dish nasta ખજૂરના ઘૂઘરા ઘૂઘરા દિવાળી 2019 Diwali 2019
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ