ન્યૂઝ અપડેટ્સ
VTV / અજબ ગજબ / Girl dies when her phone explodes after she went to sleep with it plugged into a charger
ADVERTISEMENT
ADVERTISEMENT
જોકે, ફોન વધુ પડતાં ગરમ થવાને કારણે તેમાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે યુવતીનું મોત નીપજ્યું હતું. મામલો કઝાકિસ્તાનના બાસ્તોબ ગામનો છે. અહીં રહેતી અલુઆ એસેટકી એબ્જેલબબેક નામની એક સ્કૂલની છોકરી રાત્રે ગીતો સાંભળીને સૂઈ રહી હતી. જો કે, ઓછી બેટરી હોવાને કારણે તેણે ફોન ચાર્જિંગ પર મૂક્યો હતો.
ફોરેન્સિક નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ફોન વધુ પડતો ગરમ થયો હોવાને કારણે સવારે છોકરીના માથાની પાસે રાખેલા ફોનમાં બ્લાસ્ટ થયો હતો. તે એટલો પ્રચંડ હતો કે છોકરીનું મોત નીપજ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટના કારણે બાળકીના માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તે તુરંત જ મૃત પામી હતી.
ADVERTISEMENT
જો કે, આ સ્માર્ટફોન કયો હતો તેની બ્રાંડ હજી બહાર આવી નથી. જ્યારે બાકીના પરિવારે સહાય માટે પેરામૅડિક્સને બોલાવ્યા, ત્યારે જાણવા મળ્યું કે છોકરીનું મોત નીપજ્યું હતું. આલુઆના 15 વર્ષીય મિત્ર આયુજન દોલાશેવાએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું - મને હજુ પણ આ ઘટના પર વિશ્વાસ થતો નથી, તું બેસ્ટ હતી અને નાનપણથી અમે સાથે હતા. હવે તારા વિના જીવવું મુશ્કેલ બનશે. હું તને ખૂબ જ યાદ કરું છું, અને તે મને હંમેશા માટે છોડી દીધી.
સંકળાયેલા મુદ્દાઓ