ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આણંદના આંકલાવમાં ચીકુ તોડવા જતાં ઝટકા મશીનના તારના સંપર્કમાં કરન્ટ લાગ્યો, 11 વર્ષની બાળકીનું મોત

દુઃખદ / આણંદના આંકલાવમાં ચીકુ તોડવા જતાં ઝટકા મશીનના તારના સંપર્કમાં કરન્ટ લાગ્યો, 11 વર્ષની બાળકીનું મોત

Published By: Vishal Khamar

Last Updated: 03:29 PM, 12 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આણંદ જીલ્લાના આંકલાવમાંથી એક દુખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. નવખાલ–કિંખલોડ માર્ગ પર આવેલા એક ફાર્મમાં ઝટકા મશીનના વીજ કરંટથી 11 વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે.

ADVERTISEMENT

આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં એક ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં ફાર્મમાં લાગેલા વીજ કરંટના ઝટકાથી 11 વર્ષની બાળકીનું મોત થયું છે. આ બનાવે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.

માહિતી મુજબ બાળકી ચીકુ તોડવા માટે નજીકના એક ફાર્મમાં ગઈ હતી. તે દરમિયાન ફાર્મમાં પ્રાણીઓથી પાકનું રક્ષણ કરવા માટે લગાવવામાં આવેલા “ઝટકા મશીન”ના તારના સંપર્કમાં આવી જતાં તેને ભારે વીજ કરંટ લાગ્યો હતો. ઘટનાના પગલે બાળકી બેભાન થઈ ગઈ હતી અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

બાળકીના પરિવારજનોએ આ બનાવને લઈને ગંભીર આક્ષેપો કર્યા છે. તેમનો દાવો છે કે ફાર્મમાં ગેરકાયદેસર રીતે ડાયરેક્ટ વીજ કરંટ આપવામાં આવ્યો હતો, જે અત્યંત જોખમી છે અને માનવજીવન માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પોલીસએ પરિવારની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે અને ઝટકા મશીન તથા વીજ જોડાણ અંગે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલાં AAPના નેતાનું રાજીનામું, કોંગ્રેસમાં જોડાયા

આ બનાવે ખેતીમાં ઉપયોગમાં લેવાતા વીજ ઉપકરણોની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. સ્થાનિક લોકોમાં પણ આ ઘટનાને લઈને રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. પોલીસે જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shock Machine Anand Anand News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ