ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલાં AAPના નેતાનું રાજીનામું, કોંગ્રેસમાં જોડાયા
Last Updated: 02:36 PM, 12 April 2026
ADVERTISEMENT
Junagadh Politics : જુનાગઢમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણીની તૈયારી વચ્ચે અહીંના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે, જેમાં એક મહત્વપૂર્ણ ઘટના તરીકે આમ આદમી પાર્ટી (AAP)માંથી એક નેતાએ રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો ?
વિગતો મુજબ આમ આદમી પાર્ટીના એસ.સી. સેલના જિલ્લા પ્રમુખ ધીરૂ ગોહેલે પોતાના સમર્થકો સાથે પાર્ટી છોડીને કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય ઉભો કર્યો છે અને ચૂંટણી પહેલાં AAP માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
કોંગ્રેસ કાર્યાલય ખાતે નવા જોડાયેલા નેતાને આવકારવામાં આવ્યા હતા, જ્યાં પાર્ટીના નેતાઓએ તેમને ખેસ પહેરાવી સ્વાગત કર્યું. રાજીનામા પછી ધીરૂ ગોહેલે AAP પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમના મતે પાર્ટીમાં આંતરિક અસંતોષ અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ ચાલી રહ્યા છે, તેમજ ટિકિટ વિતરણમાં પૈસાનો ઉપયોગ થતો હોવાના પણ તેમણે આક્ષેપ કર્યા છે.

ADVERTISEMENT
તેમણે વધુમાં જણાવ્યું કે તેઓ કોઈ વ્યક્તિગત હોદ્દા કે લાભ માટે કોંગ્રેસમાં જોડાયા નથી, પરંતુ પાર્ટી છોડવાનો નિર્ણય તેઓએ અગાઉથી જ વિચારપૂર્વક લીધો હતો. ચૂંટણી લડવાની ઈચ્છા હોત તો તે વધુ વહેલા નિર્ણય લઈ શક્યા હોત, તેમ પણ તેમણે જણાવ્યું. આ ઘટનાએ જૂનાગઢના રાજકીય માહોલ ગરમાવી દીધો છે. વાતાવરણમાં નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે. ચૂંટણી નજીક આવતા પક્ષાંતર અને આંતરિક વિવાદો રાજકીય દિશાને અસર કરી શકે છે તેવી શક્યતા પણ રાજકીય વિશ્લેષકો વ્યક્ત કરી રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
The paisa point / FD vs RD: પૈસા ક્યાં રાખવા? જાણો કયું ક્યારે કામ આવે
ADVERTISEMENT
ADVERTISEMENT