બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં ક્રેટા કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર, બે યુવકો ગંભીર રીતે ઘાયલ, કાર સવાર 9 લોકો ફરાર

અકસ્માત / અમદાવાદમાં ક્રેટા કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર, બે યુવકો ગંભીર રીતે ઘાયલ, કાર સવાર 9 લોકો ફરાર

Priyankka Triveddi

Last Updated: 03:15 PM, 12 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ફરી એક વાર હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં કારમાં બેઠેલા લોકો એક્સિડન્ટ થયા બાદ ફરાર થઈ ગયા હતા.

Ahmedabad Hit & Run: અમદાવાદમાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં શાહપુર ચાર રસ્તા પાસે કાર-બાઈક વચ્ચે અથડામણ થતાં બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. શું છે સમગ્ર મામલો વાંચો વિગતે.

અમદાવાદના શાહપુર દરવાજા ચાર રસ્તા નજીક માધુપુરા પોલીસ ચોકી સામે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. ક્રેટા કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતાં બાઈક પર સવાર બે યુવકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, બાઈક રોંગ સાઇડમાં આવતી હોવાથી અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ આસપાસના લોકોએ તરત જ ઇજાગ્રસ્તોને અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા. જ્યાં બંનેની સ્થિતિ નાજુક હોવાનું ડોક્ટરોએ જણાવ્યું છે.

આ અકસ્માત બાદ ક્રેટા કારમાં સવાર નવ લોકો સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. GJ01WF0200 નંબરની કાર અને GJ01UJ4462 નંબરની બાઈક વચ્ચે થયેલી આ ટક્કરે ફરી એકવાર રોંગ સાઇડમાં વાહન ચલાવવાના જોખમોને ઉજાગર કર્યા છે. પોલીસે આ મામલે હિટ એન્ડ રનનો ગુનો નોંધ્યો છે અને ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

શાહપુર દરવાજા બહાર મોડીરાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરઝડપે દોડતી ક્રેટા કારએ બાઈકચાલકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભારે હતી કે રસ્તાના ડિવાઇડર પર લગાવેલી રેલીંગ તૂટી કાર પર પડી ગઈ હતી. અકસ્માતમાં બાઈકચાલક ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સાથે સાથે કારને પણ નોંધપાત્ર નુકસાન પહોંચ્યું હતું.

આ પણ વાંચો: વડોદરાની MS યુનિવર્સિટીમાં ABVP કાર્યક્રમમાં છોકરીએ કર્યો અશ્લીલ ડાન્સ, જુઓ વીડિયો

અકસ્માત બાદ સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને ઉશ્કેરાયેલા ટોળાએ કારમાં તોડફોડ શરૂ કરી દીધી હતી. વાયરલ થયેલા વીડિયોમાં કેટલાક લોકો લાકડાં અને દંડાથી કારના કાચ અને દરવાજા તોડતા જોવા મળે છે. જોકે આ સમગ્ર ઘટનાની પોલીસમાં હજુ સુધી સત્તાવાર નોંધ થઈ નથી. માધવપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ ઝેડ.એન. ઘાસુરાએ જણાવ્યું હતું કે ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માત મામલે કાર્યવાહી થશે અને તોડફોડના વીડિયોના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ કારચાલકનો સંપર્ક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Creta Car Crash Ahmedabad Accident Hit and Run
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ