ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Extra / girl-child-become-millionaire-after-18-year-start-investment-in-mutual-funds

NULL / 18 વર્ષની ઉંમરમાં દીકરીના અકાઉન્ટમાં જમા થઇ જશે 1 કરોડ જાણો આ પ્લાન

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

નવી દિલ્હી: મોટાભાગના માતા પિતા કહે છે કે એ એમના બાળકો માટે વધારેમાં વધારે પૈસા મૂકીને જાય. જો કે એના માટે સારા પ્લાનિંગની જરૂર હોય છે. અમે તમને એવા પ્લાનિંગ માટે જણાવી રહ્યા છીએ જેનાથી તમારી દીકરીના નામે 18 વર્ષમાં એક કરોડ રૂપિયાનું ફંડ તૈયાર થઇ શકે છે. એક્સપર્ટ અનુસાર જો દીકરીના જન્મ સમયથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં આવે તો 18 વર્ષમાં એક કરોડ રૂપિયાની રકમ સ્ટેપઅપ પ્લાન દ્વારા તૈયાર કરી શકાય છે. 

આ છે સ્ટેપઅપ રોકાણ પ્લાન
એક કંપનીના ડાયરેક્ટરે આ બાબતે જણાવ્યું છે કે સ્ટેપઅપ રોકાણ પ્લાનમાં દર વર્ષે એક નક્કી ટકાવાળીમાં રોકાણને વધારવામાં આવે છે. જો 10 ટકાનું સ્ટેપઅપ રોકાણ પ્લાન છે તો એમાં રોકાણ રકમમાં દર વર્ષે 10 ટકાનો વધારો કરવાનો હોય છે. જો કોઇનું આ રીતના પ્લાનમાં 1000 રૂપિયા મહિનાનું રોકાણ થઇ રહ્યું છે અને આ 10 ટકા સ્ટેપઅપ રોકાણ પ્લાન છે તો આવતા 10 વર્શ આ રોકાણને વધારીને 1100 રૂપિયા કરવું પડશે. એના આવતા વર્ષમાં 1100 રૂપિયાનું રોકાણ વધારીને 1210 રૂપિયા કરવું પડશે. 

કેવી રીતે થશે દીકરી 18 વર્ષમાં કરોડપતિ
દીકરી જન્મ લેતા જ 5500 રૂપિયા મહિનાનું રોકાણ કોઇ સારા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં શરૂ કરો. પછી દર વર્ષે આ રોકાણમાં 10 ટકાનો વધારો કરતા જાવ. આવું કરવાની સૌથી સારી રીત છે કે મ્યુચ્યુલ ફંડમાં એક એક વર્ષ SIP શરૂ કરો. એનો ફાયદો એ થશે કે જેટલું રોકાણ વધારવું એટલા રૂપિયા વધારીને દર વર્ષે એ ફંડમાં એક વર્ષની SIP શરૂ કરવામાં આવે છે. આવું રોકાણ 18 વર્ષ સુધી ચલાવતા જશો તો પુત્રી માટે એક કરોડ રૂપિયાનું ફંડ તૈયાર થઇ જશે. સેબી અનુસાર નાણાકીય સલાહકાર ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં 15 ટકાના રિટર્ના હિસાબથી કેલક્યુલેશન કરીને ભવિષ્યની વેલ્યૂનું અનુમાન જણાવી શકો છો. 

નિવેશની યોજના એક નજરમાં
5500 રૂપિયા મહિનાથી શરૂ કરો રોકાણ
આ રોકાણમાં દર વર્ષે કરો 10 ટકાનો વધારો
18 વર્ષ સુધી આ પ્લાનને જારી રાખો
આ રોકાણ પર મળે 15 ટકાનું રિટર્ન 
1 કરોડ રૂપિયાનું તૈયાર થઇ જશે ફંડ

કયું ફંડ આપી રહ્યું છે સારું રિટર્ન

સ્કીમ                                                     5 વર્ષનું રિટર્ન
રિલાયન્સ સ્મોલ કેપ ફંડ                                    37.0%
કેન રોબેકો ઇક્વિટી ફંડ                                      32.9%
ડીએસપી સ્મોલ કેપ ફંડ                                     32.3%
મિરા ઇમર્જિંગ બ્લૂચિપ ફંડ                                  32.0%
એલએન્ડટી મિડકેપ ફંડ                                  30.5%

ઇક્વિટી મ્યુચ્યુલ ફંડમાં લાંબા સમયમાં સારું રિટર્ન મળે છે. ઉપરના મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સના 5 વર્ષનું રિટર્ન 30 ટકાથી ઉપર છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ