ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / Girish Mahajan claimed at least 50 MLAs of congress NCP in touch with bjp

રાજનીતિ / મહારાષ્ટ્રના મંત્રીનો દાવો, કોંગ્રેસ-NCP ના 50 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં

Published By: vtvAdmin

Last Updated: 11:43 PM, 30 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા NCPને જોરદાર ઝાટકો લાગ્યો છે. શરદ પવારની NCP અને કોંગ્રેસને ગત વિધાનસભા ચૂંટણી અને આ વર્ષે જ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભારે નુકસાન ગયું હતું અને હજુ આગામી સમયમાં નુકસાન જશે.

ADVERTISEMENT

મહારાષ્ટ્રમાં આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા NCPને જોરદાર ઝાટકો લાગ્યો છે. એનસીપીના 3 અને કોંગ્રેસના 1 ધારાસભ્યોએ રાજીનામું ધરી દીધું છે. અને હવે આ ધારાભસ્યો ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. આ તમામ ધારાસભ્યોએ વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું આપી દીધું છે. આ તમામ 4 ધારાસભ્યો 31 જુલાઈએ ભાજપમાં જોડાઈ શકે છે. 

મુંબઈના CCI ક્લબમાં એક ભવ્ય સમારોહનું આયોજન કરાયું છે, જ્યાં મુખ્યમંત્રી ફડણવીસની આગેવાનીમાં આ 4 ધારાસભ્યો ભાજપનો ખેસ ધારણ કરશે. મહારાષ્ટ્રના મંત્રી ગિરીશ મહાજને દાવો કર્યો હતો કે, કોંગ્રેસ અને NCPના 50 કરતાં વધુ ધારાસભ્યો ટૂંકમાં જ ભાજપમાં જોડાશે. 

આ દાવાના બે દિવસ બાદ જ કોંગ્રેસ અને NCPની મળીને 4 વિકેટ પડી છે. આ ધારાસભ્યોમાં NCPના સંદીપ નાઈક, વૈભવ પિચડ, શિવેન્દ્રરાવ ભોસલે જયારે કોંગ્રેસના કાલિદાસ કોલમ્બકરનો સમાવેશ થાય છે.

બે દિવસ પહેલા જ NCPના નેતા શરદ પવારે ભાજપ પર આરોપ નાંખ્યો હતો. ભાજપ સરકાર વિપક્ષોના ધારાસભ્યોને તોડવાનું કામ કરી રહ્યું છે. આ આક્ષેપ બાદ ભાજપના પ્રવક્તાએ શરદ પવારના નિવેદનને નકારી કાઢયું હતું. પરંતુ હાલ મળતી માહિતી પ્રમાણે 4 ધારાસભ્યો ભાજપમાં જોડાયાના સમાચાર મળ્યા છે.

પવારે કહ્યું હતું કે, ભાજપ તેમની પાર્ટીને તોડી રહી છે, જે લોકશાહી માટે ઉચિત નથી. જે નેતા તેમની પાર્ટી છોડીને જાય છે તે બીજી વખત જીતી શક્તો નથી.  આ મામલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશે જવાબ આપ્યો હતો અને કહ્યુ હતુ કે વિપક્ષો સરકારના કામથી અંજાઈને કમળને સાથ આપી રહ્યા છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

BJP Girish Mahajan MLA NCP politics ગુજરાતી ન્યૂઝ politics

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ