ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Extra / gets-7-days-vacation-in-school-and-colleges-in-navratri-vibhavri-dave

NULL / ખુશખબરઃ શાળા-કોલેજોમાં નવરાત્રીમાં રહેશે વેકેશન શિક્ષણમંત્રીએ કરી જાહેરાત

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ભાવનગરઃ નવરાત્રીને લઈને રાજ્યકક્ષાના મંત્રી વિભાવરીબેને મહત્વનો નિર્ણય લીધો. વિભાવરી બેને ભાવનગર ખાતે એક બેઠક બોલાવની હતી. જેમાં ભાજપના કાર્યકર્તાઓ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેમણે જાહેરાત કરી હતી કે આ વર્ષથી નવરાત્રીમાં શાળા સહિત કોલેજના વિદ્યાર્થીઓને વેકેશન આપવામાં આવશે.

જેથી નવરાત્રીનો તહેવાર વિદ્યાર્થીઓ આનંદ સાથે ઉજવી શકશે. તો સાથે જ વિભાવરી બેને જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે સરકારે લીધેલા અગાઉના નિર્ણયો પર અમલ કરવામાં આવશે.

રાજ્ય સરકારે અગાઉ જ જાહેરાત કરી હતી કે નવરાત્રીના દિવસોમાં શાળા અને કોલેજોમાં વેકેશન રહેશે. તેનો અમલ આ વર્ષથી શરૂ કરવામાં આવશે તેમ આજે ભાવનગર ખાતે આવેલા રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરી દવે એ જણાવ્યું હતું. રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરી દવેએ આજે ભાવનગર ખાતે ભાજપના કાર્યકરો સાથે એક બેઠક યોજી હતી.

આ બેઠકમાં મેયર સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના આગેવાનો તેમજ ભાવનગર પૂર્વના તમામ ભાજપના કાર્યકરો હાજર રહ્યાં હતા. આ બેઠકમાં વિભાવરી દવેએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ગત વર્ષની સફળતા બાદ ફરી એક વખત સાતમ આઠમનો ભવ્ય મેળો શહેરમાં યોજાવમાં આવશે. 

ગત વર્ષે ભાવનગરના ગધેડીયા ફિલ્ડમાં મોટાપાયે આ પ્રકારના મેળાનું આયોજન વિભાવરી દવે દ્વારા કરવામાં આવ્યું હતું. તેની સફળતા બાદ આ વર્ષે ફરી મેળો યોજાશે તેમ જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત આ વર્ષથી નવરાત્રીના દિવસો દરમિયાન શાળા કોલેજોમાં વેકેશન રહેશે તેમ પણ તેમને જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા શાળા કોલેજીયનોને લઇને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે શિક્ષણલક્ષી નિર્ણય લીધો છે કે હવે ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં 7 દિવસનું નવરાત્રી દરમિયાન કોલેજીયોનોને વેકેશન રહેશે. જેનું શિક્ષણ વિભાગે કોમન કેલેન્ડર જાહેર કર્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ