ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / germany talks about un involvement in kashmir matter but india gave a befitting answer

જડબાતોડ જવાબ / અમેરિકા બાદ હવે જર્મની પણ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની ભાષા બોલવા લાગ્યું, ભારતે પણ આપ્યો જડબાતોડ જવાબ

Published By: Jaydeep Shah

Last Updated: 12:16 PM, 9 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જર્મની પણ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનના બોલ બોલવા લાગ્યું, ત્યારે ભારતે પલટવાર કરતા આતંકવાદનાં મુદ્દાને ઉઠાવ્યો છે. જાણો વિગતવાર

ADVERTISEMENT

  • જર્મનીએ પણ કાશ્મીર મુદ્દા પર બોલ્યા પાકિસ્તાનના બોલ 
  • જર્મન વિદેશ મંત્રીએ  કરી UNનાં હસ્તક્ષેપની માંગ 
  • ભારતે આપ્યો જડબાતોડ જવાબ, ઉઠાવ્યો આતંકવાદનો મુદ્દો 

હિટલરના દેશ જર્મનીએ હવે કાશ્મીર વિશે પાકિસ્તાનની સાઈડ લેવાની શરુ કરી દીધી છે. જર્મન વિદેશમંત્રી બેયરબોકે કહ્યું કે તેમનો દેશ કાશ્મીર મુદ્દા પર સંયુક્ત રાષ્ટ્રની ભૂમિકાની માંગ કરે છે. તેમણે આ વાત ફાળો માંગવા પહોંચેલા પાકિસ્તાની વિદેશ મંત્રી બિલાવન ભુટ્ટો જરદરી સાથે એક પ્રેસ કોન્ફરન્સમાં કહી. બેયરબોકે કહ્યું કે તેમનું માનવું છે કે સંઘર્ષોને સમાપ્ત કરવા માટે અને સુનિશ્ચિત કરવાની કે આપણે એક શાંતિપૂર્ણ દુનિયામાં રહીએ, એ દુનિયાનાં દરેક દેશની ભૂમિકા અને જવાબદારી છે. આ દરમિયાન બિલાવલ ભુટ્ટો જરદરીએ પણ કાશ્મીરમાં માનવાધિકારનાં ઉલ્લંઘનની એક જૂની વાતો ફરી શરુ કરી દીધી.  તેમણે ભારત પર કાશ્મીરી નાગરીકો પર અત્યાચાર કરવા અને સેનાના દમ પર નાગરિકોના અવાજને દબાવવાનો ખોટો આરોપ પણ લગાવ્યો.

બિલાવલ ભુટ્ટો જરદરીએ કાશ્મીર પર કહી આ વાત
બિલાવલ ભુટ્ટો જરદરીએ કહ્યું કે UNના પ્રસ્તાવો અનુસાર અને કાશ્મીરી લોકોની આકાંક્ષાઓને ધ્યાનમાં રાખતા જમ્મૂ અને કાશ્મીર મુદ્દાનાં શાંતિપૂર્ણ સમાધાન વગર દક્ષીણ એશિયાની અંદર શાંતિ સંભવ નથી. તેમણે ભારત પર કાશ્મીરમાં અત્યાચાર કરવાના અને માનવાધિકારનું હનન કરવાના આરોપ લગાવ્યા છે. બિલાવલ ભુટ્ટો જરદરીએ 10 મિલિયન યૂરોનો ફંડ મળ્યા બાદ જર્મનીનાં વિદેશ મંત્રીને પાકિસ્તાન આવવાનું આમંત્રણ પણ આપ્યું. બિલાવલે કહ્યું કે પાકિસ્તાન અને જર્મની પરસ્પરનાં સહયોગને મજબૂત કરવા માટે તૈયાર છે. આ દરમિયાન જર્મન વિદેશ મંત્રીએ પાકિસ્તાનમાં રોકાણ કરવાની પણ વાત કરી. 

ભારતે આપ્યો જર્મનીને જડબાતોડ જવાબ 
જર્મન વિદેશ મંત્રીના કાશ્મીર પર નિવેદન બાદ ભારતે પણ જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા અરિંગમ બાગચીએ સ્પષ્ટ રીતે પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું કે જમ્મૂ અને કાશ્મીર દશકાઓથી આતંકવાદ ભોગવી રહ્યું છે અને હજુ સુધી આ સિલસિલો ચાલી રહ્યો છે. બાગચીએ કહ્યું કે વૈશ્વિક સમુદાયનાં બધા જ ગંભીર અને કર્તવ્યનિષ્ઠ સદસ્યોની આંતરરાષ્ટ્રીય આતંકવાદ, વિશેષ રૂપથી સીમા પાર પ્રકૃતિનાં આતંકવાદને સમાપ્ત કરવાની ભૂમિકા અને જવાબદારી છે. ભારતીય કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મૂ અને કાશ્મીરે દશકાઓથી આ પ્રકારના આતંકવાદનો સામનો કર્યો છે અને હજુ કરી રહ્યા છે. 

ભારતે ઉઠાવ્યો આતંકવાદનો મુદ્દો 
બાગચીએ કહ્યું કે વિદેશી નારિક ત્યાં અને ભારતનાં અન્ય હિસ્સાઓમાં પણ આતંકવાદથી પીડિત છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને એફએટીએફ અત્યારે પણ 26/11નાં ભીષણ હુમલાઓમાં સામેલ પાકિસ્તાની આતંકવાદીઓની પાછળ લાગ્યા છે. બાગચીએ જણાવ્યું કે જ્યારે દેશ આવા ખતરાઓને સ્વીકાર નથી કરતો, તો સ્વાર્થ અથવા ઉદાસીને કારણે, તે શાંતિ અને ઉદ્દેશ્યને નબળા પાડે છે અને તેને પ્રોત્સાહન નથી આપતો. આ આતંકવાદ પીડિતો સાથે ગંભીર અન્યાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News જમ્મૂ -કાશ્મીર જર્મની પાકિસ્તાન JAMMU-KASHMIR

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ