બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / GBRC COVID 19 genome sequence Gandhinagar gujarat
ADVERTISEMENT
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, GBRCને કોવિડ-19 વાયરસના જનીન સિકવન્સ મળી આવ્યાં છે. કોરોનાના 100 જેટલા જનીન સિકવન્સ મળતા એક આશાનું કિરણ જાગ્યું છે. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુદ ટ્વીટ કરીને માહિતી આપી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું ટ્વીટ
રાજ્યના મુખ્યમંત્રીએ ટ્વીટમાં લખ્યું છે કે જિનોમ સિકવન્સિંગથી કોરોનાની દવા કે રસી શોધવામાં મદદ મળી શકે છે. આ સાથે જ રૂપાણીએ કહ્યું ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર પર ગર્વ છે.
ADVERTISEMENT
I feel proud to share that scientists at Gujarat Biotechnology Research Centre (GBRC) have completed more than 100 Covid 19 genome sequencing which will be helpful in tracking origin of drug targets, vaccine & association with virulence.#GujaratFightsCovid19#IndiaFightsCorona
— Vijay Rupani (@vijayrupanibjp) May 25, 2020
ADVERTISEMENT
પહેલા પણ જિનોમને લઇને ગુજરાતને મળી હતી સફળતા
કોરોના વાયરસે વિશ્વભરમાં કહેર મચાવ્યો છે. ત્યારે ગુજરાતને કોરોના સામે મોટી સફળતા મળી છે. ગુજરાત સરકારની બાયો ટેકનોલોજી રિસર્ચ સેન્ટરે કોરોનાનું વંશસુત્ર શોધી લીધું છે. અને તેનું જીનોમ સિકવન્સ શોધી લેવાયું છે. કોરોનાના રંગસૂત્ર એટલે કે જીનોમ સિકવન્સથી કોરોના વાયરસની દવા, રસી અને આડ અસર સહિતની બાબતો શોધળી સરળ બની રહેશે.
ADVERTISEMENT
ભારતીય કંપનીઓ કરી રહી છે પરીક્ષણ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના જણાવ્યા અનુસાર 70 વેકસીનનું પ્રિ-ક્લીનિકલ પરીક્ષણ અત્યાર સુધીમાં કરવામાં આવ્યું છે અને ઓછામાં ઓછી ત્રણ પ્રયોગશાળામાં સફળ થવા પર માનવીય ચિકિત્સકીય પરીક્ષણની મંજૂરી મળી ચૂકી છે.
ADVERTISEMENT
ભારતમાં ઝાયડસ કેડીલા બે વેક્સિન પર, સીરમ ઇન્સ્ટીટયૂટ, બાયોલોજિકલ ઇ. ભારત બાયોટેક, ઇંડિયન ઇમ્યુનોલૉજિકલ્સ અને માઇનવેક્સ એક-એક વેકસીનના પરીક્ષણ પર કામ કરી રહી છે. પરંતુ WHO એ પોતાની યાદીમાં માત્ર ઝાયડસ કેડિલા અને સીરમ ઇન્સ્ટીટયૂટને જ સામેલ કરી છે.
બાયોટેક્નોલોજી ફિલ્ડમાં રિસર્ચ અને ડેવલોપમેન્ટને પ્રમોટ કરવાનું કામ GBRC કરે છે.
ADVERTISEMENT
ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા 24 ઓગસ્ટ 2017ના રોજ ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર( GBRC )ની સ્થાપના કરવામાં આવી હતી. બાયોટેક્નોલોજી ફિલ્ડમાં રિસર્ચ અને ડેવલોપમેન્ટને પ્રમોટ કરવાનું કામ GBRC કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.