ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / gautam-adani-net-worth-surpassed-jack-ma-most-earner-in-2021-jeff-bezos-elon-musk-left-behind

સિદ્ધિ / દુનિયાના ધનકુબેરોની લિસ્ટમાં અદાણીએ લગાવી લાંબી છલાંગ, ચાઇનીઝ જેક માને પણ છોડ્યા પાછળ

Published By: Nirav

Last Updated: 06:53 PM, 17 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૌતમ અદાણી 50.90 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના 25માં સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. મહત્વનું છે કે પહેલા ચીની અમીર જેક મા આ સ્થાને હતા.

ADVERTISEMENT

  • ગૌતમ અદાણીએ મારી મોટી છલાંગ 
  • દુનિયાના અમીરોની યાદીમાં મેળવ્યું 25મું સ્થાન 
  • જેક માને પણ છોડ્યા પાછળ

ગૌતમ અદાણી માટે વર્ષ 2021 સફળતાથી ભરપુર રહ્યું છે. તેઓ સતત સફળતાની નવી વાર્તાઓ લખી રહ્યા છે. ગૌતમ અદાણીએ કુલ સંપત્તિની બાબતમાં એક સમયે ચીનના નંબર 1 અલીબાબાના જેક માને પણ પાછળ છોડી દીધા છે. તે હવે વિશ્વનો 25મા સૌથી શ્રીમંત વ્યક્તિ છે. પહેલાં જેક મા આ સ્થાન પર  હતા જેને પાછળ છોડીને ગૌતમ અદાણીએ આ સ્થાન મેળવી લીધું છે.

ગૌતમ અદાણીએ ચાઇનીઝ જેક માને પાછળ છોડ્યા 

બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ પર ઉપલબ્ધ નવીનતમ માહિતી અનુસાર, ગૌતમ અદાણી 50.90 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના 25 માં ધનિક વ્યક્તિ છે. જેક મા 50.20 અબજ ડોલરની સંપત્તિ સાથે 26 માં સ્થાને આવી ગયો છે. આ વર્ષે કમાણીની બાબતમાં ગૌતમ અદાણીએ બધાને પાછળ છોડી દીધા છે. 2021 માં, તેમણે મિલકતની તેજીના સંદર્ભમાં જેફ બેઝોસ, એલોન મસ્ક, બિલ ગેટ્સ અને મુકેશ અંબાણી સહિત વિશ્વના તમામ ઉદ્યોગપતિઓને પાછળ છોડી દીધા છે. પ્રોપર્ટીમાં તેજીની  બાબતમાં ગૌતમ અદાણી બીજા નંબરે, ગૂગલના ફાઉન્ડર લેરી પેજ બીજા નંબરે અને સેર્ગેઇ બ્રિન ત્રીજા નંબરે છે.

અદાણીની સંપત્તિમાં સૌથી મોટો ઉછાળો

આ વર્ષે અત્યાર સુધીમાં ગૌતમ અદાણીની સંપત્તિ 17.1 અબજ ડોલર, લેરી પેજની 13.6 અબજ ડોલરની સંપત્તિ, સેરગેઈ બ્રિનની 13 અબજ ડોલર, એલોન મસ્કની 10.10 અબજ ડોલર, બિલ ગેટ્સની 8.24 અબજ ડોલર અને મુકેશ અંબાણીની સંપત્તિ 5.08 અબજ ડોલર વધી ગઈ છે. તે જ સમયે, જેફ બેઝોસની સંપત્તિમાં 8.72 અબજ ડોલરનો ઘટાડો થયો છે.

જેફ બેઝોસ હજી પ્રથમ નંબરે છે 

બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, જેફ બેઝોસ182 અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે પ્રથમ નંબરે છે, જ્યારે કે એલોન મસ્ક 175 અબજ ડોલર ની સંપત્તિ સાથે બીજા નંબરે અને માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ 140 અબજ ડોલર સાથે ત્રીજા સ્થાને છે, જ્યારે કે 81.8 અબજ ડોલરની સંપત્તિ સાથે મુકેશ અંબાણી 10 માં ક્રમાંકે છે. 

કંપનીઓના શેરમાં મોટો ઉછાળો

બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ, અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં આ વર્ષે જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. અદાણી ટોટલ ગેલ લિ.ના શેરમાં 96 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝમાં 90 ટકા, અદાણી ટ્રાન્સમિશનમાં 79 ટકા, અદાણી પાવર, અદાણી પોર્ટ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડના શેરમાં પણ 50 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. ગયા વર્ષે અદાણી ગ્રીન એનર્જીના શેરમાં 500 ટકાનો ઉછાળો આવ્યો હતો. આ વર્ષે અત્યાર સુધીમાં તેના શેરમાં 12 ટકાનો વધારો થયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gautam Adani alibaba founder bloomberg index jack ma worlds richest persons list ગૌતમ અદાણી success

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ