ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / gautam-adani-led-adani-enterprises-coal-mine-chhattisgarh-receives-1169-crore-rs-order-nhai-odisha

વેપાર / અદાણી ગ્રુપની આ કંપનીને મળી બેવડી સફળતા, રોકાણકારોને મળશે સીધો લાભ

Published By: Nirav

Last Updated: 07:05 PM, 3 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અદાણી એન્ટરપ્રાઇઝએ ઓડિશામાં ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકારણ એટલે કે NHAI પાસેથી 1169 કરોડ રૂપિયાનો હાઇવે પ્રોજેક્ટ પોતાને નામ કર્યો છે.

ADVERTISEMENT

  • અદાણી ગ્રુપની આ કંપનીને એકીસાથે મળ્યા બે પ્રોજેક્ટ 
  • ઓડિશામાં NHAI તરફથી 1169 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ 
  • મહારાષ્ટ્ર વીજ ઉત્પાદન કંપની સાથે પણ મળ્યો એક કોન્ટ્રેક્ટ

અદાણી ગ્રૂપના માલિક અને પ્રમોટર ગૌતમ અદાણી માટે હાલમાં જાણે કે ખરેખર જ ખૂબ જ સારો સમય ચાલી રહ્યો છે, એકબાજુ તેમની ગ્રુપની લગભગ બધી કંપનીઓના સ્ટોકપ્રાઇઝમાં રેકોર્ડબ્રેક વધારો થયો છે, અને આના લીધે તેમની કંપનીમાં રોકાણ કરનારા સ્ટોકહોલ્ડરોને પણ સારો એવો નફો થયો છે, જો કે ગૌતમ અદાણીની કંપનીઓને હજુ પણ બે મોટી સફળતા મળી છે. મહત્વનું છે કે ઓડિશામાં અદાણી એન્ટરપ્રાઇઝને એક મોટો કોન્ટ્રેક્ટ મળ્યો છે અને સાથે જ છત્તીસગઢમાં કોલમાઇન માટે એક મોટી ડીલ પણ થઈ છે. 

1169 કરોડનો પ્રોજેક્ટ

અદાણી એન્ટરપ્રાઇઝને ઓડિશામાં ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ એટલે કે NHAI થી 1169 કરોડનો હાઇવે પ્રોજેક્ટ મળ્યો છે, જો કે અઆ કોન્ટ્રેક્ટ અદાણી એન્ટરપ્રાઇઝની પૂર્ણ સ્વામિત્વ વાળી અદાણી રોડ ટ્રાન્સપોર્ટ લિમિટેડને મળ્યો છે. 

કંપનીન તરફથી BSE ને અપાયેલી સૂચનામાં કહેવામાં આવ્યું છે કે ARTL ને ઓડિશામાં રાયપુર-વિશાખાપટ્ટનમ ઈકોનોમિક કોરિડોરની અંતર્ગત નેશનલ હાઇવે નંબર 130 CD રોડમાં કોરકી વિભાગની અંડરમાં સિક્સ લેઇન રોડ કરવા માટે બાદાકુમારીના વિકાસ માટે પ્રોજેક્ટ એલોટમેન્ટ લેટર મળ્યો છે. આ પરિયોજના કંપનીને HAM ( હાઇબ્રીડ એન્યુઇટી મોડ )ની અંતર્ગત મળી છે. કંપનીએ વધુમાં જણાવ્યું છે કે આનો કુલ ખર્ચ 1169.10 કરોડ રૂપિયા છે અને તેને બે વર્ષની અંદર પૂરું કરવાનું છે. 

કોલમાઇન માટે કરાર 

આવી રીતે જ અદાણી એન્ટરપ્રાઇઝની પૂર્ણ સ્વામિત્વ વાળી એક અન્ય કંપની ગારે પાલ્મા દો કોલરીયઝ પ્રાઇવેટ લિમિટેડએ પણ એક જરૂરી  ડીલકરી છે, આ ડીલ મહારાષ્ટ્ર રાજ્ય વીજ ઉત્પાદન કંપની લિમિટેડ (મહાજેનકો)ની સાથે એક કોલમાઇનના સંચાલન અને વિકાસની માટે થઈ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Adani Enterprises Adani Group Gautam Adani NHAI business અદાણી business

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ