બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Politics / Ganesh Chaturthi 2023: New Parliament's 'Shriganesh' on Ganesh Chaturthi: MPs to sit in New Bhavan from second day of special session

કવાયત / ગણેશ ચતુર્થીના દિવસે નવી સંસદના 'શ્રીગણેશ': વિશેષ સત્રના બીજા દિવસથી નવા ભવનમાં બેસશે સાંસદો

Priyakant

Last Updated: 04:32 PM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ganesh Chaturthi 2023 News: ગણેશ ચતુર્થી ( Ganesh Chaturthi 2023 )ના અવસર પર સંસદની પ્રથમ કાર્યવાહી 19 સપ્ટેમ્બરે નવા સંસદભવનમાં યોજાશે

  • સંસદના વિશેષ સત્રની કાર્યવાહીને લઈ મોટા સમાચાર 
  • 18 સપ્ટેમ્બરે જૂની બિલ્ડિંગમાં જ શરૂ થશે સંસદના વિશેષ સત્રની કાર્યવાહી
  • ગણેશ ચતુર્થીના અવસર પર સંસદની પ્રથમ કાર્યવાહી 19 સપ્ટેમ્બરે નવા સંસદમાં યોજાશે

Ganesh Chaturthi 2023 : સંસદના વિશેષ સત્રની કાર્યવાહી 18 સપ્ટેમ્બરે જૂની બિલ્ડિંગમાં જ શરૂ થશે. જોકે ગણેશ ચતુર્થી  ( Ganesh Chaturthi 2023 )ના અવસર પર સંસદની પ્રથમ કાર્યવાહી 19 સપ્ટેમ્બરે નવા સંસદભવનમાં યોજાશે. સમાચાર એજન્સી એ સૂત્રોને ટાંકીને આ દાવો કર્યો છે. જણાવી દઈએ કે, આ વર્ષે 28 મેના રોજ PM નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું અને તેને દેશવાસીઓને સમર્પિત કર્યું હતું.

નવી સંસદ ભવનનું બાંધકામ ક્યારે શરૂ થયું ?
5 ઓગસ્ટ, 2019ના રોજ લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોએ સરકારને નવી સંસદ ભવન બનાવવાની વિનંતી કરી હતી. આ પછી 10 ડિસેમ્બર 2020ના રોજ, વડાપ્રધાન મોદીએ નવી સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો. નવનિર્મિત સંસદ ભવન રેકોર્ડ સમયમાં ગુણવત્તા સાથે પૂર્ણ થયું છે.

Photo: https://centralvista.gov.in/

નવી અને જૂની ઇમારત વચ્ચે શું તફાવત  ?
સંસદની હાલની ઇમારત 1927માં પૂર્ણ થઈ હતી જે હવે લગભગ 100 વર્ષ જૂની થવા જઈ રહી છે. હાલની જરૂરિયાત મુજબ આ મકાનમાં જગ્યાનો અભાવ હતો. બંને ગૃહમાં સાંસદોને બેસવા માટેની અનુકૂળ વ્યવસ્થા પણ ઓછી પડી રહી હતી. આને ધ્યાનમાં રાખીને લોકસભા અને રાજ્યસભા બંનેએ સંસદ માટે નવી ઇમારત બાંધવા સરકારને વિનંતી કરતા ઠરાવો પસાર કર્યા. સંસદનું નવનિર્મિત ભવન ભારતની ભવ્ય લોકતાંત્રિક પરંપરાઓ અને બંધારણીય મૂલ્યોને વધુ સમૃદ્ધ બનાવવાનું કામ કરશે.

Photo: https://centralvista.gov.in/

નવી સંસદ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે જે સભ્યોને તેમના કાર્યો વધુ સારી રીતે કરવામાં મદદ કરશે. નવા સંસદ ભવનમાંથી 888 સભ્યો લોકસભામાં બેસી શકશે. સંસદની વર્તમાન ઇમારતમાં લોકસભામાં 543 અને રાજ્યસભામાં 250 સભ્યો માટે બેઠક વ્યવસ્થા છે. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સંસદના નવનિર્મિત ઈમારતમાં લોકસભામાં 888 અને રાજ્યસભામાં 384 સભ્યો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. બંને ગૃહોનું સંયુક્ત સત્ર લોકસભા ચેમ્બરમાં યોજાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ