ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ધોરણ 10ની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, અહીંથી ડાઉનલોડ કરી શકાશે હોલ ટિકિટ
Last Updated: 06:29 PM, 17 February 2026
ADVERTISEMENT
GSEB Board Exam Update: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે એક મહત્ત્વની અપડેટ સામે આવી છે. ધોરણ 12ની તમામ પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે, જેમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમના વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પરથી આજે 17 ફેબ્રુઆરીથી બપોરે 3:00 વાગ્યા પછીથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે.
ADVERTISEMENT

જણાવી દઈએ કે વિદ્યાર્થીઓએ હોલ ટિકિટ ડાઉનલોડ કર્યા પછી તેમાં વિષય, માધ્યમ અથવા નામ અંગે કોઈ ભૂલ હોય, તો તાત્કાલિક ધોરણે બોર્ડ કચેરીને જાણ કરવી જરૂરી છે, જેથી છેલ્લી ઘડીની સમસ્યાઓથી બચી શકાય. એટલા માટે સલાહ આપવામાં આવે છે હોલ ટિકિટ ડાઉનલોડ કરીને તરત જ ચેક કરી લેવી.
ADVERTISEMENT
આ પણ વાંચો: ગુજરાતમાં 4.40 કરોડ મતદારો, ચૂંટણીપંચે જાહેર કરી ફાઈનલ યાદી, 5.60 લાખ મતદારો ઉમેરાયા
ADVERTISEMENT
અગાઉ જાહેર કરાયેલ સમયપત્રકમાં વહીવટી કારણોસર ફેરફાર કરવામાં આવ્યો છે. 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ 2026 સુધીની બોર્ડ પરીક્ષા ચાલશે, જેમાં 4 માર્ચની પરીક્ષા હવે 18 માર્ચ 2026ના રોજ લેવામાં આવશે. વિદ્યાર્થીઓએ આ ફેરફારની નોંધ લઈ તૈયારી કરવી. જણાવી દઈએ કે ધોરણ 10ની પરીક્ષા સવારે 10:00 વાગ્યાથી 1:15 વાગ્યા સુધી લેવામાં આવશે. ધોરણ 12ની પરીક્ષા બપોરે 3:00 વાગ્યાથી 6:15 વાગ્યા સુધીમાં લેવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.