ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં 4.40 કરોડ મતદારો, ચૂંટણીપંચે જાહેર કરી ફાઈનલ યાદી, 5.60 લાખ મતદારો ઉમેરાયા

ગાંધીનગર / ગુજરાતમાં 4.40 કરોડ મતદારો, ચૂંટણીપંચે જાહેર કરી ફાઈનલ યાદી, 5.60 લાખ મતદારો ઉમેરાયા

Published By: Vidhata Gothi

Last Updated: 05:04 PM, 17 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Voters' List Released: ગુજરાતમાં મતદારોની ફાઈનલ યાદી જાહેર કરી દેવામાં આવી છે. રાજ્યમાં કુલ 4.40 કરોડ મતદારો નોંધાયા છે, જ્યારે ડ્રાફ્ટ બાદ 5.60 લાખ મતદારો ઉમેરાયા.

ADVERTISEMENT

Gujarat Election News: ગુજરાત ચૂંટણીપંચ દ્વારા SIRની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફાઇનલ મતદાર યાદી જાહેર કરી દેવામાં આવી છે. ચૂંટણીપંચ પ્રમાણે હાલમાં ગુજરાતમાં કુલ 4.40 કરોડ મતદારો નોંધાયેલા છે. ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા પછી 5.60 લાખ વધુ મતદારો ઉમેરાયા છે.

SIR (સ્પેશ્યલ ઈન્ટેન્સિવ રિવિઝન)ની પ્રક્રિયા પહેલાં ગુજરાતમાં 5.8 કરોડથી વધુ મતદારો નોંધાયા હતા. ત્યારબાદ ડ્રાફ્ટ મતદાર યાદીમાં 4.34 કરોડ મતદારો નોંધાયા હતા. હવે આખરી ફાઈનલ યાદીમાં 4,40,30,725 મતદારોના નામ સામેલ થયા છે. એટલે કે ડ્રાફ્ટ યાદી કરતાં 5.60 લાખ મતદારો ઉમેરાયા છે.

નામ ઉમેરવા અને કમી કરવા માટે શરૂ કરાયેલી આ પ્રક્રિયામાં મોટા પાયે ફેરફારો નોંધાયા છે. આખરી મતદાર યાદીમાં જે મતદારોના નામ ન આવ્યા હોય, તેઓ ફોર્મ નંબર 6 ભરીને ડિક્લેરેશન કરી શકે છે. આ ફોર્મ ભર્યા બાદ ચૂંટણીપંચ ચકાસણી કરી સંબંધિત વ્યક્તિનું નામ યાદીમાં ઉમેરશે.

vtv app promotion

સ્થાનિક સ્વરાજ ચૂંટણી નજીક આવી રહી હોવાથી આ ફાઈનલ મતદાર યાદી અત્યંત મહત્ત્વની ગણાઈ રહી છે. જે મતદારોના નામ ફાઈનલ યાદીમાં નહીં હોય, તેઓ ચૂંટણીમાં મત આપી નહીં શકે. આથી દરેક મતદારે પોતાનું નામ ફાઈનલ યાદીમાં છે કે નહીં, તે ચોક્કસ ચકાસી લેવું જોઈએ.

આ પણ વાંચો: મોટા સમાચાર: ગુજરાત સરકારે નોકરીના કલાકોમાં કર્યો વધારો, જાણો કેટલો? મહિલાઓને નાઇટ શિફ્ટની છૂટ

11.73 લાખ મતદારોની ડ્રાફ્ટ યાદી તૈયાર

ચૂંટણી પંચના સૂત્રો અનુસાર, મૃત્યુ, સ્થળાંતર અને લાંબા સમયથી ગેરહાજર રહેલા આશરે 2.65 લાખ મતદારોના નામ યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે. બીજી તરફ નવા પાત્ર મતદારોના સમાવેશ સાથે 11.73 લાખ નામોની ડ્રાફ્ટ મતદાર યાદી તૈયાર કરવામાં આવી હતી. 2002ની મતદાર યાદી સાથે મેપિંગ ન થનારા 3.85 લાખ મતદારોને નોટિસ પાઠવવામાં આવી હતી. ઉપરાંત, નામ અને સરનામામાં તફાવત ધરાવતા મતદારોને પણ દસ્તાવેજી ચકાસણી માટે નોટિસ આપવામાં આવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Election Commission Gujarat Final Voters List Gujarat Voters' List Released

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ