ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મોટા સમાચાર: ગુજરાત સરકારે નોકરીના કલાકોમાં કર્યો વધારો, જાણો કેટલો? મહિલાઓને નાઇટ શિફ્ટની છૂટ
Last Updated: 05:47 PM, 17 February 2026
ADVERTISEMENT
Gujarat Assembly News: ગુજરાત વિધાનસભામાં આજે દુકાન અને સંસ્થા સુધારા બિલ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું. શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા રજૂ કરવામાં આવેલ આ બિલ ગૃહના સભ્યો દ્વારા સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું.
ADVERTISEMENT
કામના કલાક - દૈનિક કામના કલાકોની મર્યાદા 9 કલાકથી વધારીને 10 કલાક કરવામાં આવી છે. સળંગ કામ કરવાની મર્યાદા 5 કલાકથી વધારીને 6 કલાક કરવામાં આવી છે.
ADVERTISEMENT
ઓવરટાઈમ - ઓવરટાઈમ કામ કરવાની મહત્તમ મર્યાદા ત્રણ મહિનામાં 125 કલાકથી વધારીને 144 કલાક કરવામાં આવી છે.
નિયમ ક્યાં લાગુ થશે - અગાઉ 10 કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓ પર આ કાયદો લાગુ પડતો હતો. હવે 20 કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓ પર જ આ કાયદો લાગુ પડશે. 20 કરતાં ઓછા કર્મચારી ધરાવતી સંસ્થાઓ નોંધણી વગર ફક્ત ઓનલાઈન જાણ કરી શકશે.
ADVERTISEMENT
365 દિવસ - સંસ્થા વર્ષના 365 દિવસ ચલાવવાની સ્વતંત્રતા આપવામાં આવી છે.
ADVERTISEMENT
સૌથી ઉલ્લેખનીય ફેરફાર મહિલાઓ માટે છે. મહિલા કર્મચારીની સંમતિ હોય અને સંસ્થા દ્વારા આ સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હોય, તો મહિલા શ્રમયોગીને રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કામ કરવાની છૂટ આપવામાં આવશે.
આરામ માટેના રૂમ, ઘોડિયાઘર, અલગ શૌચાલય, જાતીય સતામણીથી રક્ષણ અને સંસ્થાથી ઘર સુધી આવ-જા માટે વ્યવસ્થ જેવી સુવિધાઓ સામેલ છે. મહિલાઓની ગરિમા, સુરક્ષા અને સલામતી જળવાઈ રહે તેની સંપૂર્ણ જોગવાઈ કરવામાં આવી છે.
ADVERTISEMENT

20 કરતાં ઓછા કર્મચારી ધરાવતી સંસ્થાઓ માટેના નિયમ હળવા કરવામાં આવ્યા હોવાથી હજારો નાના વેપારીઓ, સ્ટાર્ટ-અપ્સ અને ઉદ્યોગ સાહસિકોને ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ અંતર્ગત આ ફેરફારો ઝડપભેર આગળ વધવામાં મદદ કરશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: "કોઇની મનમાં ને મનમાં ના રહી જાય...", મૃગીકુંડ સ્નાન વિવાદ બાદ કીર્તિ પટેલના હવાતિયાં!
બિલ ચર્ચા દરમિયાન ગૃહમાં ભારે હંગામો જોવા મળ્યો હતો. આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ગૃહની કાર્યવાહીના લાઈવ પ્રસારણની માગ સાથે પોસ્ટરો પ્રદર્શિત કરી વિરોધ નોંધાવ્યો હતો. AAPના ધારાસભ્યોની આ હરકત પર અધ્યક્ષે કડક ટકોર કરી તેમને બેસાડી દીધા હતા.
ગૃહમાં ભગા બારડે જણાવ્યું કે નવા સર્વે મુજબ ગુજરાતનો દરિયાઈ કિનારો 720 કિમી વધ્યો છે. જેના પરિણામે હવે ગુજરાતના દરિયાકાંઠાની કુલ લંબાઈ 2320 કિમી નોંધાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.