ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / VIDEO : ગલગોટીયા યુનિવર્સીટીની છોકરીએ કર્યો અશ્લીલ ડાન્સ, લોકોએ કહ્યું- AI માટે નહીં વલ્ગર માટે મશહૂર

ભારત / VIDEO : ગલગોટીયા યુનિવર્સીટીની છોકરીએ કર્યો અશ્લીલ ડાન્સ, લોકોએ કહ્યું- AI માટે નહીં વલ્ગર માટે મશહૂર

Published By: Jinal Chauhan

Last Updated: 02:05 PM, 21 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India AI Impact Summitમાં ગલગોટિયાસ યુનિવર્સિટીએ રજૂ કરેલા રોબોટિક ડોગને લઈને વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર દાવાઓ સામે સવાલો ઉઠતા યુનિવર્સિટી ભારે ટ્રોલિંગનો સામનો કરી રહી છે.

ADVERTISEMENT

નવી દિલ્હીમાં આવેલી Galgotias University ફરી એકવાર ચર્ચામાં આવી છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર યુનિવર્સિટીના એક સાંસ્કૃતિક કાર્યક્રમનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં એક વિદ્યાર્થીની ડાન્સ કરતી નજરે પડે છેજેને લઈને ઓનલાઈન પ્લેટફોર્મ પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. હમણા જ યોજાયેલા India AI Impact Summit દરમિયાન Galgotias University એ પોતાના સ્ટોલ પર એક રોબોટિક ડોગનું પ્રદર્શન કર્યું હતું. યુનિવર્સિટીએ દાવો કર્યો હતો કે આ રોબોટ તેમના વિદ્યાર્થીઓએ બનાવ્યો છે. પણ જેવો જ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો લોકોમાં શંકા થવા લાગી છે કે સાચ્ચે આ રોબોટ તેમને બનાવ્યો છે.

કેટલાક યુઝર્સે આ ડાન્સને “અયોગ્ય” ગણાવી ટીકા કરી છે, જ્યારે અન્ય લોકોએ તેને સામાન્ય કોલેજ ફેસ્ટનો ભાગ ગણાવ્યો છે. કેટલાક પોસ્ટ્સમાં યુનિવર્સિટીને લઈને વ્યંગાત્મક ટિપ્પણીઓ પણ કરવામાં આવી રહી છેજેમાં લખાયું છે કે સંસ્થા AI અથવા ટેક્નોલોજી કરતાં આવા કાર્યક્રમો માટે વધુ જાણીતી બની રહી છે.

રોબોટને લઈને પણ વિવાદ

સોશિયલ મીડિયા યુઝર્સે આરોપ લગાવ્યો કે દેખાતો રોબોટ ચીનમાં બનાવવામાં આવ્યો છે અને યુનિવર્સિટીએ ખોટો દાવો કર્યો છે. વિવાદ વધતા આયોજકોએ યુનિવર્સિટીને એક્સ્પો વિસ્તારમાંથી સ્ટોલ હટાવવાની સૂચના આપી હતી. ત્યારબાદ યુનિવર્સિટી સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થઈ રહી છે.

જૂના ડાન્સ વીડિયોએ ફરી લીધી એન્ટ્રી

આ મામલા પછી સોશિયલ મીડિયા પર યુનિવર્સિટીના જૂના કાર્યક્રમોના ડાન્સ વીડિયો ફરી વાયરલ થઈ રહ્યા છે. ઘણા યુઝર્સ મજાક ઉડાવતા લખી રહ્યા છે કે આ યુનિવર્સિટી AI માટે નહીં પરંતુ રંગારંગ કાર્યક્રમો માટે જાણીતી છે.

એક યુઝરે લખ્યું કે, આ જ યુનિવર્સિટી છે? શું હાવર્ડમાં પણ આવા કાર્યક્રમો થાય છે? અન્ય એકે લખ્યું કે “ગલગોટિયાસ યુનિવર્સિટી ડાન્સ માટે ફેમસ છે, AI માટે નહીં.

કેટલાક લોકોએ હળવી મજાકમાં લખ્યું કે, આ ડાન્સ જોઈને લાગે છે અહીંથી બીટેક કરી લેવું જોઈએ હતું, ઓછામાં ઓછું સ્ટ્રેસ તો દૂર થઈ જાય.

vtv app promotion

આ પણ વાંચોઃ ખોટું થશે સાચું! રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન, 1400થી વધુ ગેરકાયદે સંપત્તિને કરાશે જમીનદોસ્ત

હાલ આ સમગ્ર મામલે યુનિવર્સિટીની તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર ચર્ચા અને ટ્રોલિંગ યથાવત છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Campus event controversy University viral clip Galgotias dance video

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ