ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / free ration scheme pmgkay may extend after 30 september 2022 central government will declare soon
ADVERTISEMENT
ADVERTISEMENT
દેશના કરોડો રાશનકાર્ડ હોલ્ડર્સ માટે મોટી ખુશખબર સામે આવી છે. જો આપ પણ ફ્રી રાશનનો ફાયદો લઈ રહ્યા છો, તો કેન્દ્ર સરકાર ખાસ પ્લાન બનાવી રહી છે. સરકાર ગરીબોને ફ્રી રાશન આપવાની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 30 સપ્ટેમ્બરથી આગળ વધારવા પર ટૂંક સમયમાં નિર્ણય લેશે. ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેયે આ વાતની જાણકારી આપી છે. જો કે, તેમણે એ નથી જણાવ્યું કે, આ અંગે નિર્ણય ક્યારે લેવામાં આશે.
આપને જણાવી દઈએ કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત માર્ચ 2020થી ફ્રી રાશન આપવાનું અભિયાન ચલાવી રહ્યા હતા. આ સ્કીમ અંતર્ગત દેશભરના 80 કરોડ લાભાર્થીઓને ફ્રી રાશન આપવામાં આવે છે. સરકાર તરફથી લોકોને દર મહિને 5 કિલો ફ્રી રાશન આપવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારે કોરોના કાળમાં ફ્રી રાશનની સુવિધા શરુ કરી હતી. તેમાંથી ગરીબ પરિવારનો કોવિડ 19 મહામારીના કારણે લાગૂ થયેલા લોકડાઉન દરમિયાન ઘણી મદદ મળી હતી. હાલમાં સરકાર તરફથી આ યોજનાને કેટલીય વાર લંબાવી દેવામાં આવી છે. હાલમાં આ યોજના 30 સપ્ટેમ્બર સુધી લાગૂ છે.
ADVERTISEMENT
3.40 લાખ કરોડ રૂપિયાના ખર્ચનો અનુમાન
કેન્દ્રની આ યોજનાનો લાભ અત્યાર સુધીમાં કરોડો લોકો લઈ ચુક્યા છે. સરકારે 26 માર્ચે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને વધુ છ મહિના એટલે કે, 30 સપ્ટેમ્બર 2022 સુધી લંબાવી દીધી હતી. માર્ચ સુધી આ યોજના પર લગભગ 2.60 લાખ કરોડ રૂપિયા ખર્ચ થયો છે. સપ્ટેમ્બર 2022 સુધી અને 80,000 કરોડ ખર્ચ થશે. આવી રીતે આ યોજના અંતર્ગત કુલ 3.40 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થઈ જશે.
ADVERTISEMENT
ઘઉંનો પુરતો સ્ટોક, જમાખોરો પર થશે કાર્યવાહી
ખાદ્ય સચિવે કહ્યું કે, દેશમાં ઘઉંનો 2.4 કરોડ ટનનો પુરતો ભંડાર છે. જમાખોર વિરુદ્ધ કાર્યવાહી થશે. જેથી ઘરેલૂ સપ્લાઈ વધી શકે. સરકાર વેપારીઓને ઘઉંના ભંડારનો ખુલાસો કરવા અને ઘરેલૂ ઉપલબ્ધતા વધારવા માટે સ્ટોકની મર્યાદા લગાવવા જેવા પગલા ઉઠાવવા પર વિચાર કરી શકે છે. તેમણે કહ્યું કે, સટ્ટાબાજના કારણે ઘઉંની કિંમતોમાં ઉછાળો આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો